વારાણસીઃ પવિત્ર મનાતા આ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાના મૃત્યુ બાદ બે દીકરીઓએ માતાના મૃતદેહને ઘરમાં એક વર્ષ સુધી સાચવી રાખ્યો હતો. લંકા પોલીસ સ્ટેશન વિસ્તારના મદરવામાં બુધવારે આ કિસ્સો બહાર આવતા જ ચકચાર મચી જવા પામી હતી. મદરવાના એક ઘરમાંથી વૃદ્ધ મહિલાનું હાડ પીંજર મળી આવ્યું હતું. આ હાડ પીંજર એક વર્ષ જૂનું હોવાનું કહેવાય છે.
ચકચાર મચી ગઈઃ પ્રાથમિક તપાસ બાદ પોલીસ સહિત આસપાસના લોકોના હોશ ઉડી ગયા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે માતાના મૃત્યુ બાદ બે દીકરીઓએ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાને બદલે એક વર્ષ સુધી આ મૃતદેહ ઘરમાં સાચવી રાખ્યો હતો. આ બંને દીકરીઓ માતાના મૃતદેહ સાથે સમય પસાર કરતી હતી અને તેની સાથે જ સુતી હતી. આ બંને દીકરીઓનું માનસિક આરોગ્ય પોલીસને વિક્ષિપ્ત જણાયું હતું.
સંબંધી ઘરે આવ્યા ત્યારે થયો ઘટસ્ફોટઃઆ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મૃતકના બનેવી અને દીકરીઓના માસા ધર્મેન્દ્રકુમાર ચતુર્વેદી તેમને મળવા માટે તેમના ઘરે આવ્યા હતા. તેમણે લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા તેમણે પોલીસને જાણ કરી હતી. સૂચના મળતા જ પોલીસ પોતાની ફેન્ટમ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે દરવાજો તોડવો પડ્યોઃ પોલીસે પણ શરુઆતમાં લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો નહતો. ત્યારબાદ પોલીસ દરવાજો તોડીને અંદર દાખલ થઈ હતી. અંદર જતાં જ પોલીસના હોશ ઉડી ગયા હતા. રુમમાં એક મહિલાનું હાડ પીંજર પડ્યું હતું. જ્યારે બીજા રુમમાં આ મૃતક મહિલાની બંને દીકરીઓ પલ્લવી ત્રિપાઠી અને વૈશ્વિક તિવારી હાજર હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે બંને દીકરીઓ કામ સિવાય ઘરની બહાર નીકળતી નહતી અને છેલ્લા એક અઠવાડિયાથી ઘરનો દરવાજો પણ બંધ હતો.
શિક્ષિત પણ મનોરુગ્ણ દીકરીઓઃ પોલીસે બંને દીકરીઓના માસાને પુછતા જણાયું કે મોટી દીકરી પલ્લવીએ માસ્ટર ડીગ્રી અને નાની દીકરી વૈશ્વિકે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. પોલીસને તપાસમાં માલૂમ પડ્યું કે માતા ઉષા લાંબા સમયથી બીમાર હતી. તેના મૃત્યુની તારીખ વિશે પુછતા દીકરીઓએ શંકાસ્પદ માહિતી પૂરી પાડી હતી. પોલીસ પુછપરછમાં બંને બહેનો બહેકી બહેકી વાતો કરતી હતી. પાડોશીઓએ જણાવ્યું કે બંને બહેનો માનસિક બીમાર છે.
મૃતદેહ સાથે સમય વીતાવતીઃ બંને દીકરીઓએ માતાના મૃત્યુની જાણ કોઈને કરી નહતી. ઘરના એક રુમમાં માતાના મૃતદેહ સાથે સમય વીતાવતી હતી. આ ઘટનાક્રમ સતત એક વર્ષ સુધી ચાલ્યો હતો. જ્યારે બંને બહેનો બહાર નીકળતી ત્યારે સામાન્ય વ્યવહાર કરતી હતી. પોલીસ તપાસમાં બંને બહેનો મનોરુગ્ણ હોવાનું સામે આવ્યું છે.
બે વર્ષ અગાઉ પિતાએ ઘર છોડ્યુંઃ આ પરિવાર મૂળ બલિયાનો રહેવાસી છે. લંકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમનું મકાન છે. ઉષા ત્રિપાઠીના પતિ લગભગ 2 વર્ષ પહેલાથી બલિયા રહેવા જતા રહ્યા હતા અને તેમનો પરિવાર લંકાના ઘરમાં રહેતો હતો. આ પરિવારને મળવા કોઈ સંબંધી કે ઉષાનો પતિ આવતો નહતો. ઉષાની કોસ્મેટિકની એક દુકાન હતી જેનાથી તે ઘર ખર્ચ ચલાવતી હતી. પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે બંને દીકરીઓ લગભગ 1 વર્ષથી જીવનજરુરી સામનની ખરીદી માટે જ બહાર નીકળતી હતી. દીકરીઓ બચાવેલા પૈસા અને માતાના ઘરેણા વેચીને ઘર ખર્ચ ચલાવતી હતી. અત્યારે બંને દીકરીઓની સઘન પુછપરછ હાથ ધરાઈ રહી છે.
- માનસિક અસ્થિર યુવાન માટે ડોક્ટરો બન્યા દેવદૂત, પેટમાંથી કાઢી લાકડાની સળીઓ અને 2 મહેંદીના કોન
- Naba Das Murder Case : માનસિક બીમાર હોવાથી આરોગ્યપ્રધાનની હત્યા, આરોપી ગોપાલ દાસનો દાવો