- દેશમાં કોરોના સામેની જંગ
- સરકારે અનેક રસી ઉત્પાદકોને મંજૂરી આપી
- અસરકારક હથિયાર ગણાતી રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી
નવી દિલ્હી: દેશમાં કોરોના સામેનું યુદ્ધ વધી રહ્યું છે. એક તરફ, જ્યારે સરકારે અનેક રસી ઉત્પાદકોને મંજૂરી આપીને, કોરોના સામે સૌથી અસરકારક હથિયાર ગણાતી રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે, ત્યારે બીજી તરફ રસીકરણ ઝડપી કરવામાં આવી રહ્યું છે. જ્યારે શુક્રવારના રોજ કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી
કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને અને રસી લેનાર દરેકને અભિનંદન પાઠવ્યા હતા.
એક દિવશમાં દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારના રોજ જણાવ્યું હતુ. કે, કોવિડ વિરોધી રસીના 4.05 કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. ત્યારે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી રસીના 58.86 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે અને તેમને 17.64 લાખથી વધુ ડોઝ આપવામાં આવી રહ્યા છે.
એક દિવશમાં દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા
વધત વેક્સિનેશનને લઇને ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, આ આંકડો નવા ભારતની સંભાવનાનું પ્રતિબિંબ છે.