લંડનઃબ્રિટનમાં કોરોનાએ (Corona wave in Britain) ફરી રેકોર્ડ તોડ્યો છે. ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. યુકેમાં બુધવારે કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા.
યુકેમાં અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ લોકો પોઝિટિવ થયાં
સમાચાર એજન્સી AFP અનુસાર બુધવારે છેલ્લા 24 કલાક દરમિયાન 10 6122 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 7 દિવસમાં કોરોના કેસમાં 58.9 ટકાનો વધારો થયો છે. ત્યાં છેલ્લા 28 દિવસમાં કોરોના વાયરસના ચેપને કારણે 783 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 1,47,573 લોકોના મોત થયા છે. યુકેમાં અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ લોકો પોઝિટિવ બન્યા છે.
બ્રિટિશ સરકારે નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી
યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીના જણાવ્યા અનુસાર બ્રિટનમાં શનિવારે કોરોનાનાં 90,418 નવા કેસ અને શુક્રવારે 93,045 નવા કેસ જોવા મળ્યા હતા, બ્રિટિશ સરકારે નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે. કોરોનાના નવા પ્રકારને કારણે બ્રિટનમાં 12 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં યુકેમાં ઓમિક્રોનના 37,101 કેસની પુષ્ટિ કરી છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે સરકાર કડક નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. સરકારે હજુ સુધી લોકડાઉન લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
આ પણ વાંચો:Corona virus Omicron:બ્રિટનમાં ઓમિક્રોનો હાહાકાર, એક દિવસમાં 12,133 કેસ નોંધાયા
આ પણ વાંચો:Omicron In UK: બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત, કોરોનાના આ નવા વેરિયન્ટના વધતા કેસોએ પણ ડરાવ્યા