- ભારતમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) શાંત થતી જોવા મળી રહી છે
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28,204 કેસ (Corona Case) નોંધાયા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,511 લોકો સાજા થયા છે
આ પણ વાંચો-Gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસ, એક પણ મૃત્યુ નહીં
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) શાંત થતી જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ (Corona Virus)ના 28,204 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 373 લોકોનું કોરોનાથી મોત થયું છે. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 3,19,98,158 થઈ ગયા છે અને અત્યાર સુધી કોરોનાના કારણે દેશમાં 4,28,682 લોકોના મોત થયા છે.