નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચે પ્રેમ સંબંધ છે તેવી વિવાદાસ્પદ ટીપ્પણી કૉંગ્રેસ નેતાએ કરી હતી. આ મુદ્દે આ નેતા પર FIR થઈ છે. FIR રદ ન કરવાનો ચુકાદો અલ્હાબાદ હાઈ કોર્ટે આપ્યો હતો. ત્યારબાદ આ નેતાએ સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા હતા. પણ સુપ્રીમમાંથી પણ આ નેતાને નિરાશા મળી છે. સુપ્રીમ કોર્ટે પણ અલ્હાબાદ હાઈ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે અને FIRમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે.
Controversial Remarks on PM issue: સુપ્રીમ કોર્ટે ઉ.પ્ર.ના કૉંગ્રેસ નેતા વિરૂદ્ધ FIRમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી
શુક્રવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈ કોર્ટનો ફેંસલો યથાવત રાખ્યો છે. ઉત્તર પ્રદેશના નેતા વિરૂદ્ધ FIR રદ ન કરવાનો ફેંસલો અલ્હાબાદ હાઈ કોર્ટે આપ્યો હતો. જેના વિરોધમાં નેતાએ સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ નેતાની અરજી ફગાવી હતી અને અલ્હાબાદ હાઈ કોર્ટનો ફેંસલો માન્ય રાખ્યો છે.
Published : Sep 15, 2023, 5:32 PM IST
રાજ્ય પોલીસની તપાસ ચાલુ છેઃ સુપ્રીમના ન્યાયાધીશ અનિરુદ્ધ બોસ અને બેલા એમ. ત્રિવેદીની સંયુક્ત બેન્ચે FIRમાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય ગણ્યું નથી, કારણ કે રાજ્ય પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સંયુક્ત બેન્ચે જણાવ્યું કે આરોપી વિરૂદ્ધ એક ઉચ્ચ પદ પર ચૂંટાયેલા વ્યક્તિ વિરૂદ્ધ ટીપ્પણીનો મામલે FIR નોંધાઈ છે. તેથી અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.
અલ્હાબાદ હાઈ કોર્ટે FIR રદ ન કરીઃ અલ્હાબાદ હાઈ કોર્ટના ન્યાયાધિશ અંજની કુમાર મિશ્રા અને નંદ પ્રભા શુક્લાની સંયુક્ત બેન્ચે FIR રદ કરવાનો ઈન્કાર કર્યો હતો. જે મુદ્દે આરોપીએ FIR રદ કરવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ અલ્હાબાદ હાઈ કોર્ટનો ફેંસલો યથાવત રાખ્યો હતો અને FIRમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. રાજ્ય સરકારે આ મુદ્દે જણાવ્યું છે કે નેતાનું નિવેદન સમાજ અને સમુદાયો વચ્ચેના સદભાવને ડહોળવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં યુવા કૉંગ્રેસ રાજ્ય સચિવ સચિન ચૌધરી વિરૂદ્ધ આ સંબંધે ફરિયાદ દાખલ થઈ હતી.