ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તંદુર કાંડમાં કોન્સ્ટેબલ અબ્દુલ કુંજૂમને 22 વર્ષે ન્યાય મળ્યો

તંદુર કાંડનો ખુલાસો કરનારા હીરો અને તત્કાલિન કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજૂમે પોતાના જ વિભાગમાંથી કાયદાકીય લડાઈ જીતી લીધી છે. જોકે, આ લડાઈ જીતવા માટે કુંજૂમને 22 વર્ષ લાગ્યા છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાનો નિર્ણય કુંજૂમના હકમાં આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સિનિયોરિટીના હિસાબથી બે મહિનાની અંદર દિલ્હી પોલીસને કુંજૂમને બાકી રકમ ચૂકવવા આદેશ કર્યો છે. આ મામલામાં ખૂલાસો કરનારા કુંજૂમને એક તરફ લાખો રૂપિયાની લાલચ મળી રહી હતી તો બીજી તરફ ધમકી પણ મળી રહી હતી, પરંતુ તેમણે આ મામલે ઈમાનદારીથી સાક્ષી આપીને સુશીલ શર્માને સજા અપાવી હતી.

તંદુર કાંડમાં કોન્સ્ટેબલ અબ્દુલ કુંજૂમને 22 વર્ષે ન્યાય મળ્યો
તંદુર કાંડમાં કોન્સ્ટેબલ અબ્દુલ કુંજૂમને 22 વર્ષે ન્યાય મળ્યો

By

Published : Mar 5, 2021, 4:04 PM IST

  • કોન્સ્ટેબલે 1995માં અશોક યાત્રી નિવાસમાં ધુમાડો જોયો હતો
  • કુંજૂમે જોયું તો સુશીલ શર્મા પત્નીના શરીરના ટુકડા શેકી રહ્યો હતો
  • કુંજૂમને તેના ઉચ્ચ અધિકારીઓએ પણ આ કેસમાં સાથ નહોતો આપ્યો

નવી દિલ્હીઃ કેરળ નિવાસી કુંજૂમે વર્ષ 1986માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી જોઈન કરી હતી. વર્ષ 1995માં તેઓ ક્નોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા. સાંજના સમયે તેમણે અશોક યાત્રી નિવાસમાં ધુમાડો થતો જોયો. અંદર ગયા તો ત્યાં કચરો બળી રહ્યો હતો, પરંતુ દીવાલ ચઢીને જોયું તો ત્યાં સુશીલ શર્મા પોતાની પત્નીના શરીરના ટુકડા બાળી રહ્યો હતો. કુંજૂમે આ અંગે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ મામલામાં મુખ્ય સાક્ષી પણ કુંજૂમ જ હતો, જેની સાક્ષી પર જ સુશીલ શર્માને સજા થઈ હતી. જ્યારે દિલ્હી પોલીસે જુલાઈ 1995માં તેને કોન્સ્ટેબલ બનાવી દીધો હતો, પરંતુ તેના વેતનમાં માત્ર 5 રૂપિયાનો વધારો થયો હતો.

આ પણ વાંચોઃબોલીવુડ ડ્રગ્સ કેસઃ NCB રિયા સહિત 33 આરોપીના નામ સાથે રજૂ કરશે 30 હજાર પાનાની ચાર્જશીટ

ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ હતોઃ કુંજૂમ

કુંજૂમે આ જીત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, પોલીસ વિભાગેે જ તેની સાથે અન્યાય કર્યો હતો. આટલા મોટા કેસને ઉકેલવા છતા તેને જૂનિયરથી પણ ઓછું વેતન મળી રહ્યું હતું, પરંતુ તેની ન્યાયિક વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. 22 વર્ષ પછી તેને ન્યાય મળ્યો.

આ પણ વાંચોઃરેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 3 ગણો વધારો કરાયો, જાણો શા માટે..

તંદૂર કાંડ શું હતો?

આ સનસનીખેજ હત્યાકાંડ કોંગ્રેસના યુવા નેતા સુશીલ શર્માએ 2 જુલાઈ 1995માં કર્યો હતો. તેણે પહેલા પોતાની પત્ની નયના સાહનીને ગોળી મારી તેની હત્યા કરી અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડા કરી તેને તંદુરમાં બાળવા લાગ્યો હતો, પરંતુ ત્યાંથી થઈ રહેલા ધુમાડાથી ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજૂમને શંકા ગઈ એટલે તે અંદર પહોંચ્યો તો જોયું સુશીલ તેની પત્નીના મૃતદેહના ટુકડા શેકી રહ્યો છે. કુંજૂમે આ અંગે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ મામલામાં મુખ્ય સાક્ષી પણ કુંજૂમ જ હતો, જેની સાક્ષી પર જ સુશીલ શર્માને સજા થઈ હતી. જ્યારે દિલ્હી પોલીસે જુલાઈ 1995માં તેને કોન્સ્ટેબલ બનાવી દીધો હતો, પરંતુ તેના વેતનમાં માત્ર 5 રૂપિયાનો વધારો થયો હતો.

ABOUT THE AUTHOR

...view details