નવી દિલ્હીઃલોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી (I dont want to talk to you) મુર્મુ પર કરેલી ટિપ્પણી પર સંસદમાં હોબાળો થયો હતો. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે સોનિયા ગાંધીને આ મામલે માફી માંગવા પણ કહ્યું હતું. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે પણ ટક્કર થઈ હતી.
આ પણ વાંચો:VACCINE FOR MONKEYPOX : કેન્દ્ર સરકારે મંકીપોક્સ રસી માટે બિડ આમંત્રિત કર્યા
સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે બોલાચાલી:નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર ગૃહની અંદર ભાજપના નેતાઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે રામદેવાને સોનિયા ગાંધી વિશે કહેવામાં આવ્યું ત્યારે તે સમયે કોંગ્રેસ અધ્યક્ષે તેમને કહ્યું - 'આઈ ડોન્ટ વાન્ટ ટુ ટોલ્ક ટુ યુ' (એટલે કે હું તમારી સાથે વાત કરવા માંગતો નથી). (I dont want to talk to you) સૂત્રોના જણાવ્યા અનુસાર બીજી તરફ ગૃહ પરિસરમાં સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્મૃતિનો આરોપ છે કે સોનિયા ગાંધીએ તેમને ધમકી આપી છે.