ગુજરાત

gujarat

Congress Parliamentary Party Meeting 2021: સોનિયા ગાંધીનું નિવેદન- "ખેડૂતો મુદ્દે સરકાર અસંવેદનશીલ"

By

Published : Dec 8, 2021, 10:49 AM IST

Updated : Dec 8, 2021, 1:21 PM IST

નવી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળની (Congress Parliamentary Party Meeting 2021) બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા (Congress president Sonia Gandhi attack on Modi government) હતા. તેમણે સરકાર ખેડૂતો મુદ્દે અસંવેદનશીલ હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, બોર્ડર સાથે જોડાયેલા મુદ્દે પણ સંસદમાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ.

Congress Parliamentary Party Meeting 2021: ખેડૂતો મુદ્દે સરકાર અસંવેદનશીલ, સોનિયા ગાંધીનું નિવેદન
Congress Parliamentary Party Meeting 2021: ખેડૂતો મુદ્દે સરકાર અસંવેદનશીલ, સોનિયા ગાંધીનું નિવેદન

  • નવી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળની યોજાઈ બેઠક
  • બેઠકમાં સોનિયા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર
  • ખેડૂતો મુદ્દે સરકાર અસંવેદનશીલઃ સોનિયા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ (Congress Parliamentary Party Meeting 2021) છે, જેમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર (Congress president Sonia Gandhi attack on Modi government) કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ખેડૂતો મુદ્દે અસંવેદનશીલ (The central government is insensitive to the issue of farmers) છે. સાથે જ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી બોર્ડર પર વર્તમાન સ્થિતિ (Debate in Parliament on border issues) અને પાડોશી દેશની સાથે સંબંધો અંગે સંસદના વર્તમાન શિયાળા સત્રમાં પૂર્ણ ચર્ચાની (Winter Session of Parliament) પણ માગ કરશે.

આ પણ વાંચો-Suspended Members of Rajya Sabha : રાજ્યસભાના 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવા સંવિધાનનું ઉલ્લંઘનઃ કોંગ્રેસ

સંસદ ભવનમાં કેન્દ્રિય વર્ગમાં યોજાયેલી કોંગ્રેસ સંસદીય દળ (Congress Parliamentary Party Meeting 2021ની બેઠકમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યસભાના 12 સભ્યોનું સસ્પેન્શન સંવિધાન અને સંસદીય નિયમોનું ઉલ્લંઘન છે. તથા સરકારનું આ પગલું અયોગ્ય અને અસ્વીકાર્ય છે. CPPની બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી અને પાર્ટીને અન્ય સંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-Jagdish Thakor Attacks On BJP: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બોલ્યા- કોંગ્રેસની સરકાર બની લીલીપેનથી ખેડૂતોના દેવા માફ કરશું

નાગાલેન્ડમાં થયેલી દુર્ઘટનાને રોકવા સરકારે કડપ પગલાં ભરવા પડશેઃ કોંગ્રેસ

કોંગ્રેસ અધ્યક્ષે નાગાલેન્ડમાં સુરક્ષા બળોના ફાયરિંગમાં (Nagaland firing incident) 14 લોકોના મોતની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ ઘટના અંગે સરકાર માત્ર અફસોસ વ્યક્ત કરે તે યોગ્ય નથી, પરંતુ આગળ આવી દુર્ઘટનાને રોકવા માટે સરકારે કડક પગલા ભરવા પડશે. તો કોરોના રસીકરણનો (Corona Vaccination in India) ઉલ્લેખ કરતા તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દેશની 60 ટકાથી વધુ વસતીને કોરોનાની રસીના બંને ડોઝ આપવાનો પ્રયાસ ઝડપી કરવો જોઈએ. તેમણે સંસદના શિયાળા સત્રમાં ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ અને જનહિતના અન્ય વિષયો પર ચર્ચા કરવા અંગે પણ ભાર આપ્યો હતો.

પાડોશી દેશની સાથે સંબંધો અંગે પૂર્ણ ચર્ચાની કોંગ્રેસની માગ

સોનિયા ગાંધીએ ચીનની સાથે સીમા પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદની પૃષ્ઠભૂમિમાં કહ્યું હતું કે, આ સત્રમાં કોંગ્રેસ બોર્ડર પર સ્થિતિ અને પાડોશી દેશની સાથે સંંબંધો પર પૂર્ણ ચર્ચાની માગ કરશે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ લઘુતમ સમર્થન મૂલ્યની કાયદાકીય ગેરન્ટી સાથે જોડાયેલી ખેડૂતોની માગનું સમર્થન કરે છે અને ખેડૂત આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતના પરિવારોને વળતર (Congress demands compensation to farmers) આપવું જોઈએ.

Last Updated : Dec 8, 2021, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details