ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુઝફ્ફરપુરમાં CM નીતિશ કુમાર સહિત 14 લોકો સામે પંચાયત ચૂંટણીમાં ચેડાં કર્યાની ફરિયાદ

બિહારના મુઝફ્ફરપુર ચાકી સોહાગપુરમાં મતદાતારૂપે અન્ય પંચાયતના લોકોના નામ સૂચિબદ્ધ કરવા મામલે મુખ્યપ્રધાન સહિત 14 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મુઝફ્ફરપૂરમાં CM નીતિશ કુમાર સહિત 14 લોકો સામે પંચાયત ચૂંટણીમાં ચેડાં કર્યાની ફરિયાદ
મુઝફ્ફરપૂરમાં CM નીતિશ કુમાર સહિત 14 લોકો સામે પંચાયત ચૂંટણીમાં ચેડાં કર્યાની ફરિયાદ

By

Published : Feb 24, 2021, 4:26 PM IST

  • મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં વકીલ જયચંદ્ર પ્રસાદ સાહનીએ કેસ નોંધાવ્યો
  • ચૂંટણી જીતવા બીજી પંચાયતના મતદાતાઓને જોડવાનો પ્રયાસ કર્યો હતો
  • બિહારની મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં 14 લોકો સામે કેસ નોંધાયો

પટનાઃ બિહારના મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત 14 લોકોના વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આ કેસ મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં વકીલ જયચંદ્ર પ્રસાદ સાહનીએ નોંધાવ્યો છે.

આગામી સુનાવણી 4 માર્ચે યોજાશે

વકીલ જયચંદ્ર પ્રસાદ સાહનીના જણાવ્યાનુસાર, ચાકી સોહાગપૂરમાં મતદાતાના રૂપમાં અન્ય પંચાયતના લોકોનું નામ સૂચિબદ્ધ કરવા મામલામાં મુખ્યપ્રધાન સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પંચાયત ચૂંટણી જીતવા માટે બીજી પંચાયતના મતદાતાઓને ચક્કી સોહાગપુરમાં જોડીને નામ આપવાનો કેસ નોંધાવવામાં આવ્યો છે. આની સુનાવણી 4 માર્ચે થશે.

ABOUT THE AUTHOR

...view details