ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજયએ નબળા અને લઘુમતિ જન સમુદાયનો પક્ષ લેવો જોઈએઃ સીજેઆઈ ચંદ્રચૂડ - બહુમતનો એક માર્ગ ચોક્કસ હોય છે

સીજેઆઈ ચંદ્રચૂડે શનિવારે લોકતંત્રમાં દરેક નાગરિક સ્વતંત્રતા અનુભવી શકે તે માટે રાજ્યએ નબળા અને લઘુમતિ જન સમુદાયનો પક્ષ લેવો જોઈએ. સીજેઆઈ આગળ જણાવે છે કે બહુમતનો પોતાના માર્ગ હોઈ શકે છે પરંતુ લોકતંત્રમાં લઘુમતિને પોતાની વાત કહેવાનો પણ પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ. સમાજના વિકાસને લગતા કામકાજોમાં અસહકાર ઘણા ઊંડા સવાલોમાંથી ઉત્પન્ન થાય છે. લોકશાહીમાં અસહકારને, અલોકપ્રિયને અને અસ્વીકૃતિને પણ ભવિષ્યની રચના માટે તક આપે છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તાર પૂર્વક. CJI Chandrachud WEAKER POPULATION

રાજયએ નબળા અને લઘુમતિ જન સમુદાયનો પક્ષ લેવો જોઈએઃ
રાજયએ નબળા અને લઘુમતિ જન સમુદાયનો પક્ષ લેવો જોઈએઃ

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 10:57 PM IST

નવી દિલ્હીઃ શનિવારે લોકતંત્રમાં દરેક નાગરિક સ્વતંત્રતા અનુભવી શકે તે માટે રાજ્યએ નબળા અને લઘુમતિ જન સમુદાયનો પક્ષ લેવો જોઈએ તેમ સીજેઆઈ ચંદ્રચૂડે ભારપૂર્વક જણાવ્યું હતું. સીજેઆઈ આગળ જણાવે છે કે બહુમતનો પોતાના માર્ગ હોઈ શકે છે પરંતુ લોકતંત્રમાં લઘુમતિને પોતાની વાત કહેવાનો પણ પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ. સમાજના વિકાસને લગતા કામકાજોમાં અસહકાર ઘણા ઊંડા સવાલોમાંથી ઉત્પન્ન થાય છે. લોકશાહીમાં અસહકારને, અલોકપ્રિયને અને અસ્વીકૃતિને પણ ભવિષ્યની રચના માટે તક આપે છે.

ન્યાયાધીશ કેશવ ચંદ્ર ધૂલિયા મેમોરિયલ નિબંધ સ્પર્ધામાં સીજેઆઈએ આ નિવેદન આપ્યું હતું. સીજેઆઈએ કહ્યું કે લોકશાહીએ પોતાના દરેક હિતધારકો સાથે જોડાવું જોઈએ. જે બહુમતિની પ્રાથમિકતાથી ક્યાંય વધારે છે. આ જોડાણથી તાત્કાલિક કોઈ પરિણામ નીકળે કે ના નીકળે, પરંતુ આ એક ઐતિહાસિક તથ્ય સ્વરુપે હંમેશા અંકિત રહેશે. જે ભવિષ્યમાં પણ પુનઃજીવિત થવા સક્ષમ હશે.

લોકશાહીમાં દરેક નાગરિકને સ્વતંત્રતા અનુભવવા માટે રાજ્યએ નબળા અને લઘુમતિ જન સમુદાયનો પક્ષ લેવો જોઈએ. જો કે પ્રથમ દ્રષ્ટિએ આ બહુમતિના શાસનના લોકશાહી સિદ્ધાંતથી વિપરીત લાગી શકે છે. જો કે, બહુમતથી જ શાસનના અનેક સ્વરુપોની સ્થાપના થઈ શકે છે. લોકશાહીની સુંદરતા નૈતિક સ્થિતિની ભાવના છે. જેમાં દરેક નાગરિક દેશની ઉન્નતિ માટે નિર્ણય લઈ શકે છે. લોકશાહીમાં બહુમતિનો પોતાના માર્ગ હોઈ શકે છે, પરંતુ લઘુમતિ જન સમુદાયને પોતાની વાત રજૂ કરવાનો હક છે.

પોતાના વિચારો અંગે વધુ સ્પષ્ટતા કરતા સીજેઆઈએ કહ્યું કે જો કોઈ લોકશાહી પોતાના દરેક લોકોની જરુરિયાતો વિષયક રક્ષા ન કરી શકે તો તે પોતાના વચનથી ચૂકી ગણાય. લોકશાહીએ લઘુમતિઓના અસંતોષના ઉકેલ માટેની પ્રક્રિયા તેમની સુનાવણીથી શરુ કરવી જોઈએ.

કોઈ એક પક્ષનું શાસન નક્કી થઈ જાય એટલે એ નક્કી નથી થઈ જતું કે તે જે લોકો પર શાસન કરે છે તેમના માટે શ્રેષ્ઠ કાર્ય કરે છે. લોકશાહી અસ્ત વ્યસ્ત અને અપૂર્ણ હોઈ શકે છે પરંતુ તેમાં ન્યાય, સ્વતંત્રતા અને ભાઈચારાના સિંદ્ધાંતો પણ છે. અસહકારની જીવંતતા માટે સીજેઆઈએ કહ્યું કે સમાજના વિકાસને લગતા કામકાજોમાં અસહકાર ઘણા ઊંડા સવાલોમાંથી ઉત્પન્ન થાય છે. લોકશાહીમાં અસહકારને, અલોકપ્રિયને અને અસ્વીકૃતિને પણ ભવિષ્યની રચના માટે તક આપે છે.

આ અસહકાર હવામાંથી નહિ પરંતુ લોકશાહીની ઉગ્ર ચર્ચાની સંસ્કૃતિમાંથી જન્મે છે. તેથી એક સમાજ જે પોતાના નાગરિકોને ગંભીરતાથી વિચારવા, સત્તા પર સવાલ કરવા અને પ્રતિકૂળતાઓ પર ચર્ચા કરવા પ્રોત્સાહિત ન કરે તે પ્રગતિ નહીં કરી શકે. તેનું મુખ્ય કારણ એ છે કે આ સમાજ અસહકાર પેદા કરવામાં નિષ્ફળ રહ્યો છે.

  1. Supreme Court: અમે નથી ઈચ્છતા કે, સુપ્રીમ કોર્ટ તારીખ પે તારીખ વાળી કોર્ટ બને-CJI ચંદ્રચૂડ
  2. SC on Electoral Bonds: સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે વિવાદાસ્પદ ઈલેક્ટોરલ બોન્ડ સંદર્ભે સુનાવણી થઈ હતી, આજે સુનાવણીનો બીજો દિવસ

ABOUT THE AUTHOR

...view details