ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી ઉત્તરાખંડમાં શરૂ થશે - ચારધામ યાત્રા

મુખ્ય સચિવ ડો.એસ.એસ. સંધુએ ઉત્તરાખંડ ચારધામ યાત્રા સંદર્ભે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી ઉત્તરાખંડમાં શરૂ થશે
ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી ઉત્તરાખંડમાં શરૂ થશે

By

Published : Sep 17, 2021, 10:19 AM IST

  • 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રાનો પ્રારંભ
  • કોરોના ગાઈડલાઈનનું કરવામાં આવશે પાલન
  • તંત્ર વ્યસ્થા યાત્રાને લઈને તૈયાર

દેહરાદૂન: મુખ્ય સચિવની બેઠકમાં 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યસચિવની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નિર્ણય લેવમાં આવ્યો છે. ઉત્તરાખંડ ચારધામ યાત્રાને સંચાલિત કરવાને લઈને નૈનિતાલ હાઈકોર્ટ દ્રારા રાહત મળ્યા બાદ રાજ્ય સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આ ક્રમમાં મુખ્ય સચિવ ડો.એસ.એસ સંધૂની અધ્યક્ષતામાં ચારધામ યાત્રાને સુરક્ષિત, વ્યવસ્થિત અને કુશલ સંચાલન માટે સંબધિત વિભાગો સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મુખ્ય સચિવે ચારધામ યાત્રાના ડિએમના સાથે પૈડી ડીએમને પણ વિભિન્ન વ્યવસ્થાને કરવા જણાવ્યું હતું.

મુખ્ય સચિવએ સંબધિત જિલ્લાધિકારીઓને ચાર ધામ યાત્રામાં આવા વાળા યાત્રીઓના કોરોના ટેસ્ટ, કોવિડ ગાઈડલાઈનનું પાલન, શ્રદ્ધાળુઓ સાથે સારો વ્યવહાર, ઈમર્જન્સીમાં કંટ્રોલરૂમ સાથે સંપર્ક, સામાજિક અંતર જેવી સૂચનાઓનુ અનાઉસમેન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો : આજે World Patient Safety Day, આ દિવસ અંગે જાણો

મુખ્ય સચિવએ યાત્રાના રૂટ પર જરૂરીયાત મુજબ ડોક્ટરોની તૈનતી, ઈમર્જન્સીમાં સ્વાસ્થ્ય સુવિધાઓ, વાહનોની ચેકિંગ, લોકોનું પંજીકરણ, ઓનલાઈન સૂચનાનો પ્રસાર, ખાવા-પિવાનુ રેટ લિસ્ટ, મુખ્ય સ્થળો વિશે જાણકારી, ઉતારાઓ, જેવી વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.

સીએસએ આરોગ્ય વિભાગને જરૂરીયાત મુજબ વિવિધ માર્ગો પર ડોક્ટરો-એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા, માર્ગ સુરક્ષા, ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન પર પોલીસ વિભાગ, ચારધામમાં વીજ પુરવઠો જાળવવા વીજ વિભાગ, પાણી સંસ્થા અને પીવાના પાણી નિગમ, પીવાની વ્યવસ્થા ગોઠવવાનો નિર્દેશ આપ્યો હતો. માર્ગ પર પાણી સરળ. રાખવા સૂચના આ ઉપરાંત, તેમણે અધિકારીઓને બહારથી આવતા પ્રવાસીઓની નોંધણીથી વાણિજ્યિક વાહનો વગેરેના ગ્રીનકાર્ડ ઇશ્યૂ કરવા સુધીની તમામ કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો :આજે સપ્તાહના છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,700ને પાર

આ સાથે જ ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ પર્યટન મંત્રી સતપાલ મહારાજે કહ્યું કે નૈનીતાલ હાઈકોર્ટે ખૂબ જ સારો નિર્ણય લીધો છે. જો કે, હાઈકોર્ટે તેના નિર્ણયમાં ઉલ્લેખ કર્યો છે કે ચારધામ યાત્રા દરમિયાન એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી પડશે. આ સાથે, કોવિડ -19 સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે. તેથી, ચારધામ યાત્રા અંગે નૈનીતાલ હાઇકોર્ટ દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવી છે, તે તમામ સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. એમ પણ કહ્યું કે ચારધામ યાત્રાના સંચાલનને કારણે રાજ્યનું અર્થતંત્ર વધશે, સાથે સાથે પ્રવાસન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને પણ તેનો લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details