ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ રાજ્યના મુખ્યપ્રધાન બદલવાની અટકળો વચ્ચે વધુ 3 ધારાસભ્યો દિલ્હી રવાના

છત્તીસગઢના ધારાસભ્યોનો દિલ્હી પ્રવાસ (chhattisgarh mla on delhi tour) ચાલી રહ્યો છે, ત્યારે આજે શનિવારે સવારે 4 થી 5 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા. અગાઉ પણ શુક્રવારે સાંજે શિશુપાલ શોરે, લાલજીત સિંહ રાઠિયા, સંતરામ નેતામ, રાજમન બેન્ઝમ, ડો. કે.કે. ધ્રુવ સહિતના ઘણા ધારાસભ્યો રામકુમાર યાદવ સાથે દિલ્હી ગયા હતા.

CHHATTISGARH MLA GOING TO DELHI
આ રાજ્યના મુખ્યપ્રધાન બદલવાની અટકળો

By

Published : Oct 2, 2021, 2:57 PM IST

  • છત્તીસગઢ કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવ્યો
  • કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા
  • આ અગાઉ પણ 8 થી 9 ધારાસભ્યો દિલ્હી પહોચ્યા છે

રાયપુર, છત્તીસગઢ : ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા છે, આજે શનિવારે સવારે મમતા ચંદ્રકર, કુંવર સિંહ નિષાદ, વિનય ભગત અને લક્ષ્મી ધ્રુવ દિલ્હી જવા માટે રાયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે પણ 8 થી 9 ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા હતા. જેમાં શિશુપાલ શોરે, લાલજીતસિંહ રાઠીયા, સંતરામ નેતામ, રાજમન બેન્ઝમ, ડો. કે.કે.ધ્રુવ, ઉત્તર જાંગડે, કિશ્મતલાલ નંદ ચંદ્રપુરના ધારાસભ્ય રામકુમાર યાદવ સાથે દિલ્હી જવા રવાના થયા હતા. રાયપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા ધારાસભ્ય ડો. કે.કે.ધ્રુવે કહ્યું કે, તેમને દિલ્હીથી બોલાવવામાં આવ્યા છે, મને ખબર નથી કે, શા માટે બોલાવવામાં આવ્યા છે.

વધુ ધારાસભ્યો દિલ્હી જતા હોવાની ચર્ચા

છત્તીસગઢના રાજકીય બેડા(politics of chhattisgarh)માં એવી ચર્ચા હતી કે, શુક્રવારે સાંજે દિલ્હી ગયેલા ધારાસભ્યો પરત આવશે, પરંતુ અચાનક છત્તીસગઢ સહિત દિલ્હીની આ ધારાસભ્ય માટે હવા જ બદલાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દિલ્હી ગયેલા ધારાસભ્યોના પરત ફરવાના બદલામાં, વધુ ધારાસભ્યો દિલ્હી જતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેને જોઈને 7 થી 8 ધારાસભ્યો શુક્રવારે સાંજે દિલ્હી જવા રવાના થયા.

છત્તીસગઢના રાજકીય ખળભળાટની વાતો

આ અગાઉ પણ મીડિયાએ દિલ્હી જઈ રહેલા ધારાસભ્યોને સવાલ કર્યો ત્યારે, તેમણે કહ્યું કે દરેકને ખબર છે કે છત્તીસગઢમાં શેનો ગરમાવો અને શું ચર્ચા છે. મીડિયામાં બધું આવી ગયું છે. સિંહદેવે (TS Singhdev) એમ પણ કહ્યું હતું કે, ધારાસભ્યના દિલ્હી જવાના કારણે છત્તીસગઢના રાજકીય ખળભળાટની વાતો સામે આવી છે, પરિવર્તનની વાતો ચાલી રહી છે, પરંતુ તે થશે કે નહીં તે જોવાનું રહેશે.

છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ

જ્યારે સિંહદેવ (TS Singhdev) ને તેમના દિલ્હી જવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે આવી કોઈ શક્યતા નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ખુલ્લું મંચ છે, આ લોકશાહી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દરેકને તક આપે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કુલ 13થી 15 ધારાસભ્યો દિલ્હી ગયા છે. હવે જોવાનું રહેશે કે પંજાબ બાદ છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ થઈ શકે છે કે નહીં.

છત્તીસગઢમાં પંજાબ જેવી સ્થિતિ નથી, નેતૃત્વ બદલવાનો કોઈ પ્રશ્ન નથી : બૃહસ્પતિ સિંહ

બૃહસ્પતિ સિંહે કહ્યું હતું કે, તેઓ 15 ધારાસભ્યો સાથે દિલ્હી આવ્યા છે. અમે અહીં રાહુલ ગાંધીને મળવાનો પ્રયત્ન કરીશું. અમે અહીં અમારા પ્રભારીને મળવા આવ્યા છીએ. અમે રાહુલ ગાંધીને વિનંતી કરીશું કે જો તેઓ છત્તીસગઢના પ્રવાસે આવી રહ્યા છે, તો પ્રવાસનો સમયગાળો થોડો વધારજો. જેથી તે તેના આશીર્વાદ મેળવી શકે. છત્તીસગઢમાં મુખ્યપ્રધાન બદલવાનો કોઈ પ્રશ્ન નથી. દરેક વ્યક્તિ સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે, કોઈ એક વ્યક્તિને સંતોષવા માટે નિર્ણય લઈ શકાતો નથી.

મુખ્યપ્રધાન હાઇકમાન્ડ નક્કી કરે છે

બૃહસ્પતિસિંહે કહ્યું કે, સિંહદેવ રાજવી પરિવારમાંથી આવે છે. તે હંમેશા સરકારને સહકાર આપે છે. દરેકનો ઈરાદો એ છે કે તે મુખ્યપ્રધાન બને, પરંતુ તે હાઇકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. છત્તીસગઢમાં મુખ્યપ્રધાન બઘેલ અને સિંહદેવની જોડી જય-વીરુની જોડીની જેમ હિટ છે. સરગુજા મહારાજ ગ્વાલિયર મહારાજની જેમ નહિ કરે. ભૂપેશ બઘેલ સરકાર 5 વર્ષ સુધી ચાલશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details