છત્તિસગઢ : નારાયણપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા રતન દુબેની હત્યાના કેસમાં પોલીસે 4 નક્સલવાદીઓની ધરપકડ કરી છે. 4 નવેમ્બરના રોજ નક્સલવાદીઓએ રતન દુબે પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. નક્સલીઓએ શનિવારે નારાયણપુરમાં ભાજપના એક નેતાની પણ હત્યા કરી નાખી હતી. ભાજપના નેતા મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે નક્સલીઓએ ભાજપના નેતાની હત્યા કરી હતી.
ભાજપ નેતાની હત્યા કરવામાં આવી હતી :રતન દુબે નારાયણપુરમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ હતા. 7 નવેમ્બરે યોજાનારી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023ના પ્રથમ તબક્કા પહેલા દુબે પોતાના વિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત હતા. દરમિયાન 4 નવેમ્બરે કૌશલનાર વિસ્તારના ધોડાઈમાં નક્સલવાદીઓએ તેમની હત્યા કરી હતી. તેની હત્યાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં રતન દુબે જ્યારે માર્કેટમાં સ્થાનિક ભાષામાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.