ભોપાલ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા આરોપી કાલીચરણ મહારાજની ધરપકડને(Kalicharan Maharaj Comment on Mahatma Gandhi) લઈને બે રાજ્યોની સરકારો સામ સામે આવી ગઈ છે. મધ્યપ્રદેશ સરકારના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહારાજની ધરપકડ(Arrest of Kalicharan Maharaj) દરમિયાન પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. છત્તીસગઢની કોંગ્રેસ સરકારે મધ્યપ્રદેશ પોલીસને જાણ કર્યા વિના કાલીચરણ મહારાજની ધરપકડ કરીને આંતર-રાજ્ય પ્રોટોકોલનું ઉલ્લંઘન(Chhattisgarh MP government on Kalicharan arrest) કર્યું છે. સરકારે ડીજીપીને છત્તીસગઢના ડીજીપી સાથે વાત કરવા અને ધરપકડની પ્રક્રિયા પર વાંધો દાખલ કરવા કહ્યું છે. આ સાથે ડીજીપી પાસેથી ખુલાસો માંગવાની સૂચના પણ આપવામાં આવી છે.
કાલીચરણ મહારાજને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે
નરોત્તમ મિશ્રાના નિવેદન(Statement by Home Minister Narottam Mishra) પર છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે પ્રતિક્રિયા આપી છે. છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહારાજના પરિવાર અને વકીલને તેની ધરપકડ અંગે જાણ કરી છે. કાલીચરણ મહારાજને 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી