ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 24 september : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 24 september : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
Horoscope for the Day 24 september : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

By

Published : Sep 24, 2021, 6:00 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને સ્‍ફૂર્તિ બંનેનો અનુભવ કરશો. આજે આપની આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. પરિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વિતિય ભાવમાં ભ્રમણ કરશે. આજનો દિવસ આપના માટે સહેજ સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપનું સ્‍વાસ્‍થ્‍ય નરમ રહેશે. ખાસ કરીને આંખોમાં કોઇક તકલીફ ઊભી થાય. સ્‍નેહીજનો, પરિવારના સભ્‍યો સાથે વર્તનમાં વધુ સૌમ્ય બનવું પડશે. આજે આપના આદરેલાં કાર્યો પૂરાં કરવામાં વધુ મહેનત રહે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વધારે પરિશ્રમ કરો પરંતુ ઓછી સફળતા મળે. આકસ્મિક ઈજાથી સંભાળવું.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. પરિવારમાં પુત્ર અને પત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્‍ત્રી સુખ ઉત્તમ મળે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. આપનું દરેક કાર્ય વિના અવરોધે સરળતાથી પાર પડશે. કામમાં અનુકૂળતા સર્જાય. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્‍વની ચર્ચા- વિચારણા થાય. પરિવારના સભ્‍યો સાથે નિખાલસ મને ઘરના પ્રશ્નો અંગે ચર્ચા કરશો. ઘરને નવી સજાવટથી શણગારશો. નોકરી વ્‍યવસાય અર્થે પ્રવાસે જવાનું થાય. માતા સાથે સારા સંબંધો રહે. સરકારી કાર્યોમાં લાભ મળવાની શક્યતા છે. આરોગ્‍ય સારું રહેશે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. સારા- મીઠાં અનુભવો ધરાવતો મિશ્ર ફળદાયી દિવસ છે. નિર્ધારિત કાર્ય કરવાની પ્રેરણા સાથે એ દિશામાં પ્રયત્‍ન કરશો. આજે આપનું વલણ તટસ્‍થ રહેશે. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં ઉપસ્‍િથત રહેશો. યાત્રાધામની મુલાકાતના સંજોગો ઊભા થાય. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધશે. વિદેશથી મિત્રો કે સ્‍વજનોના સમાચાર મળે. માનસિક અસ્‍વસ્‍થતા અને સંતાનોની ચિંતાથી વ્‍યગ્રતા અનુભવો. વ્‍યવસાયમાં સમસ્‍યા સર્જાય.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બહારનું મસાલેદાર ભોજન લેવાના બદલે સાદા ભોજનનો આગ્રહ રાખવો. મૌનના શસ્ત્રથી ગુસ્સાને કાબુમાં રાખો. ખર્ચને અંકુશમાં રાખવાની ખાસ સલાહ છે. આપના વિરોધીઓ આપની વિરુદ્ધ કોઈ કાવાદાવા ના કરે તે માટે તમારે પોતાની રીતે જ સતર્કતા વધારવી પડશે. જળ અને અગ્નિથી પણ સાચવવું પડશે. ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. આજનો દિવસ મોજમસ્તી, મનોરંજન, રોમાન્સ અને પ્રણયમાં પસાર થશે. આપ લોકોમાં પ્રતિષ્ઠા અને આદરભાવ મેળવી શકશો. ભાગીદારોથી લાભ થઇ શકશે. આપ સારા વસ્ત્ર અલંકારો ખરીદી શકશો. લગ્ન અને વાહનનું સુખ સારી રીતે માણી શકશો. શરીર અને મનની સ્વસ્થતા જળવાઇ રહેશે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ થાય.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આપ ઘરમાં સુખ શાંતિ અને રાહતનો શ્વાસ મેળવી શકશો. આપને શારીરિક-માનસિક સ્ફૂર્તિને કારણે કામ કરવાનો ઉત્સાહ જણાશે. નોકરીના સ્થળે આપને સહકર્મચારીઓનો સાથસહકાર મળી રહેશે. અધૂરાં કાર્યો હવે પૂરા થશે. થોડો ખર્ચ થવા છતાં આપ ચિંતા નહીં અનુભવો કારણ કે આવક અને સિલક બંનેની તમે અગાઉથી વ્યવસ્થા કરી રાખશો.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપ કોઇ પ્રવાસ કે યાત્રા કરવાનું વિચારી રહ્યા હોવ તો થોભો અને રાહ જુઓની નીતિ વધુ બહેતર રહેશે. કામમાં સફળતા મેળવવા અને બીજાનો સહકાર મેળવવા માટે સ્વભાવમાં આવેશ અને ગુસ્સા પર કાબુ રાખીને સૌમ્યતા વધારવાનો પ્રયાસ કરવો. સ્વાસ્થ્યની કાળજી લેવાથી આપને ફાયદો થશે. વિવાદ કે ચર્ચામાં પડવાના બદલે પોતાના કામથી મતલબ રાખવો. સંતાનોની બાબતોમાં વ્યસ્તતા વધશે. રોમાન્સ અને આર્થિક લાભ માટે સમય સારો છે.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. આપે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. પારિવારિક સમસ્યાઓની આપના મન પર અસર વર્તાશે માટે કામકાજ અને પરિવાર બંને વચ્ચે સંતુલન રાખવું. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જરૂરી છે. સમાજમાં તમારે માન પ્રતિષ્ઠા વધારવા માટે પ્રયાસો વધારવા પડશે. શરીરને પુરતો આરામ નહી આપો તો સ્વાસ્થ્ય કથળે તેવી શક્યતા છે. આપના શરીરમાં થાક વર્તાશે. સ્ત્રીઓથી નુકસાન થવાની શક્યતા પણ છે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપને માનસિક રાહત જણાશે તેમ જણાઈ રહ્યું છે. શારિરીક સ્વાસ્થ્ય સારું રહેતા આપનો ઉત્સાહ વધશે. સહોદરો અને પાડોશીઓ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. ઘરમાં સંબંધીઓ અને મિત્રો આવવાથી ખુશી અનુભવશો. મુસાફરી થવાના પણ યોગ છે. આપ પ્રિયજનને મળી શકશો અને વધુ ભાગ્યશાળી બનશો.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપના ગરમ મિજાજને નિયંત્રણમાં રાખવાની સલાહ છે. કોઇની સાથે સંઘર્ષ ટાળવો. નાણાંકીય બાબતો અને લેવડદેવડમાં સાવચેત રહેવું પડશે. કુટુંબીજનો સાથે મતભેદ ના થાય તે માટે પોતાની વાત અને વિચારોમાં સકારાત્મકતા અને પારદર્શકતા રાખવી. મન શાંત રાખવું અને ધીરજથી કામ લવું. આહારમાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય બગડી શકે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details