નવી દિલ્હી:ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ વર્ષે માર્ચમાં ચંદ્રયાન-3 અવકાશયાનએ જરૂરી તપાસ પૂર્ણ કરી હતી. સ્પેસ એજન્સીના જણાવ્યા પ્રમાણે તેને 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ સામાન્ય જનતા શ્રીહરિકોટા ખાતે લાઈવ લોન્ચિંગ જોઈ શકે તે માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે.
શ્રીહરિકોટાથી લોન્ચ લાઈવ જોઈ શકાશે: ઘણા લોકોને ચંદ્રયાન-3 લોન્ચ લાઈવ જોવાની ઈચ્છા હોય છે. શ્રીહરિકોટા જઈને રોકેટ લોન્ચિંગ લાઈવ જોવા માંગે છે. ISROએ આ માટે વ્યવસ્થા કરી છે. ઈસરોએ જાહેરાત કરી છે કે દર્શકો SDSC-SHAR શ્રીહરિકોટા ખાતે લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લોન્ચિંગના સાક્ષી બની શકે છે. રસ ધરાવનાર વ્યક્તિઓ લિંક - lvg.shar.gov.in/VSCREGISTRATIOપર નોંધણી કરાવી શકે છે.
નોંધણી માટેની લિંક ન ખુલતાં સમસ્યા
નોંધણી માટેની લિંક ન ખુલતાં સમસ્યા: લાઈવ લોન્ચિંગ જોવા માટે અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે. આ અદભુૂત ક્ષણને લાઈવ જોવા માટે ઘણા લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. સાઈટ પર ભારે ટ્રાફિકને પગલે નોંધણી કરવા માટે ઈસરો દ્વારા રજિસ્ટ્રેશન સાઈટ ન ખુલતાં લોકોને ભારે સમસ્યાઓ થઈ રહી છે. ટ્વીટર પર આ અંગે યુઝર્સે કોમેન્ટ કરીને જાણકારી આપી છે. જેમાં યુઝર્સે રજિસ્ટ્રેશન સાઈટ ખુલતી ન હોવાનું જણાવ્યું છે.
લોન્ચ-વ્યુ ગેલેરી: શ્રીહરિકોટા ખાતે સ્ટેડિયમ આકારની લોન્ચ-વ્યુ ગેલેરીની ક્ષમતા 5,000 લોકો છે. મુલાકાતીઓ આ ગેલેરીમાંથી નરી આંખે લોન્ચિંગ જોઈ શકે છે. લોન્ચિંગ અને ઉપગ્રહોની વિવિધ જટિલતાઓને દૃષ્ટિની રીતે સમજાવવા માટે મોટી સ્ક્રીનો પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત લોન્ચિંગ પહેલા અને પછીની પ્રવૃત્તિઓનું પણ પ્રસારણ કરવામાં આવશે અને આ સ્ક્રીનો દ્વારા દર્શકોને સમજાવવામાં આવશે.
શેનું ધ્યાન રાખવું: જો તમે કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા હોવ, તો આધાર કાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ/કોઈપણ સરકાર દ્વારા જારી કરાયેલ આઈડી સાથે રાખવાની ખાતરી કરો. નોંધણી કરવા માટે તમારે મુલાકાતીઓની સંખ્યા, તેમની વિગતો, મોબાઇલ નંબર અને ઇમેઇલ ID જેવી વિગતો પ્રદાન કરવી પડશે. આ સિવાય તમે ISRO https://www.youtube.com/@isroofficial5866 પર લોન્ચની લાઈવ સ્ટ્રીમ જોઈ શકો છો. ટીવી પર, તમે દૂરદર્શન પર લોન્ચ ઇવેન્ટ જોઈ શકો છો.
- Chandrayaan-3: ચંદ્રયાન-3 મિશનમાં સુરતની કંપનીનું યોગદાન, પ્રોજેક્ટ માટે સ્કિવબ્સ તૈયાર
- Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લોન્ચ થશે - ISRO