ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ એવા ચંદ્રપુરના આ સફળ બ્લૉગરને મળો..

પશ્ચિમ ઓડિસાના સંબલપુર જિલ્લાના દુર્ગમ ગામના ચંદ્રપુરનો નિવાસી ચંદન પ્રસાદ સાહૂએ કંપ્યૂટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કરીને દેશના સારા બ્લૉગર્સથી પ્રેરણા લઇને બ્લૉગિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવાવનું નક્કી કર્યું. વિભિન્ન સંગઠન દ્વારા તેમનું સન્માન થયું છે અને સારી આવક પણ ધરાવે છે.

ચંદન પ્રસાદ સાહૂ
ચંદન પ્રસાદ સાહૂ

By

Published : Apr 2, 2021, 12:48 PM IST

Updated : Apr 2, 2021, 12:54 PM IST

  • કંપ્યૂટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કરી બ્લોગ્સ બનાવી અન્યને કરે છે મદદ
  • 2016થીHINDIME.NETનામની સાઇટ બનાવી કરે છે લોકોના પ્રશ્નોનું નિવારણ
  • માતાની ઈચ્છા હતી કે, ચંદન પોતાના પિતાની જેમ સરકારી નોકરી કરે

સંબલપુર(ઓડિસા): કેટલાક લોકો એવા હોય છે કે, સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધીની નોકરી કરી શકતા નથી, તેઓ કઇં જુદુ કરવા ઇચ્છે છે. તેવો જ એક યુવાન છે પશ્ચિમ ઓડિસાના સંબલપુર જિલ્લાના દુર્ગમ ગામના ચંદ્રપુરનો નિવાસી ચંદન પ્રસાદ સાહૂ. જેણે પોતાનું મગજ સ્થિર કરીને ઉત્સાહ સાથે ડિજીટલ માર્કેટિંગની દુનિયામાં પોતાના પગ મજબૂત કર્યા છે. તેણે બ્લૉગ લખવાના શરૂ કર્યા અને સમયની સાથે તે એક લોકપ્રિય હિન્દી બ્લૉગર તરીકે દુનિયાની સામે આવ્યો છે. તેણે કંપ્યૂટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કરીને દેશના સારા બ્લૉગર્સથી પ્રેરણા લઇને બ્લૉગિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવાવનું નક્કી કર્યું. વિભિન્ન સંગઠન દ્વારા તેમનું સન્માન થયું છે અને સારી આવક પણ ધરાવે છે.

ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ

કોઇ વિષયની યોગ્યતા હોય તો તમે બ્લૉગિંગથી અન્યને તે શીખવી શકો: ચંદન

ચંદન પ્રસાદ સાહૂ કહે છે કે, હવે રોજ રોજગારની તક ધીમે ધીમે ઓછી થઇ રહી છે અને લોકો બીજા પર નિર્ભર થઇ રહ્યાં છે. જો તમારી પાસે કોઇ વિષયની યોગ્યતા છે તો તમે બ્લૉગિંગના માધ્યમથી બીજાને શીખવી શકો છે. સાથે જ આપ ઘરે બેસીને કમાઇ પણ શકો છો. હું પોતે આ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, મારા અભ્યાસ સાથે મેં આ વાત પર પણ ધ્યાન આપ્યું હતું.

ટેક્નોલોજીના માધ્યમથી પોતાના શોખને એક નવું રૂપ આપ્યું

ચંદનને પોતાના અભ્યાસ માટે રસ તો ઘણો છે, પણ તે લખવાનો ચોર છે. તેણે ટેક્નોલોજીના માધ્યમથી પોતાના શોખને એક નવું રૂપ આપ્યું છે. તે પોતાના જ્ઞાનને શબ્દોના માધ્યમથી ઓનલાઇન શેર કરે છે અને દર મહિને એક લાખ રૂપિયા કમાઇ રહ્યાં છે. 2016 પછી તેમણે HINDIME.NET નામની સાઇટ બનાવી હતી અને તેઓ આ સાઇટ પર અલગ અલગ વિષય પર સવાલના જવાબ આપતા હતાં. તેઓ સરળ ભાષામાં વિભિન્ન વિષયો પર લખતા અને કહેતા હતાં. તેમની દરેક પોસ્ટના લગભગ લાખો દર્શક છે. આ ઉપરાંત તેમને ગુગલમાંથી પણ સારી આવક થાય છે. આ ઉપરાંત તે પોતાના કેટલાક મિત્રોને પણ આવકના સાધન મેળવામાં મદદ સક્ષમ થયા છે. આ ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના એક ઉદાહરણ તરીકે સામે આવ્યા છે.

આ પણ વાંચો:જાતમહેનતથી આ લોકોએ બદલ્યું પોતાનું નસીબ

કોઇ પણ વ્યક્તિ બ્લૉગર બની શકે છે

ચંદન પ્રસાદ સાહૂ વધુમાં જણાવે છે કે, ફક્ત એક યુવાન જ નહીં કોઇ પણ વ્યક્તિ બ્લૉગર બની શકે છે. તે ખેડૂત હોઇ શકે, તે રક્ષા સેવાનો કર્મચારી હોઇ શકે, સાઇકલ મિકેનિક પણ હોઇ શકે છે. જેની પાસે કોઇ પણ વિશેષ જ્ઞાન હોય તે તમામ લોકો બ્લૉગર બની શકે છે. ઉદાહરણ તરીકે જો તમે પત્રકાર છો મને નથી ખબર કે પત્રકારિતા શું છે તો આપ મને એ ઘરે બેઠાએ શીખવી શકો છો અથવા કોઇ પણ વ્યક્તિને શીખવી શકો છો. તમે ઇન્ટરનેટ પર બ્લૉગ લખી શકો છો અને બીજાને પત્રકારિતા શીખવી શકો છો. એ સાથે કેટલાક પૈસા પણ કમાઇ શકો છો.

ચંદને એક વિશેષ ઓળખાણ મેળવી છે

દરેક માતા પિતાને ઇચ્છા હોય છે કે તેમના બાળકો સારું ભણે અને સારી નોકરી કરે. તેવી જ રીતે ચંદનની માતાની પણ એવી ઇચ્છા હતી કે તે પોતાના પિતાની જેમ સરકારી નોકરી કરે. જો કે ચંદનની કશું ક નવું કરવાની જીદે તેની પ્રતિભાને એક વિશેષ ઓળખાણ આપી. હવે ચંદનની માતા સાથે તેના મિત્રોને પણ તેના માટે માન છે.

પોતે સફળ થઈ બીજાને પણ સફળ થવાનો રસ્તો બતાવ્યો છેે: માતા

ચંદનની માતા પ્રમોદિની સાહુ જણાવે છે કે, હું ચાહતી હતી કે મારો દિકરો પોતાનો અભ્યાસ પૂરો કરીને સરકારી નોકરી કરે. તેણે કમ્પ્યૂટર સાયનસમાં પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે જો કે તેમણે એક વર્ષનો સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે તમે જો જો કે હું સફળ થઉં છું કે નહીં તેના પછી તેણે ડિઝીટલ મીડિયામાં પ્રવેશ કર્યો અને સફળ થયા પછી તેણે બીજાને પણ સફળ થવાનો રસ્તો બતાવ્યો હતો. ચંદનના મિત્ર જ્ઞાન રંજન બીસીનું કહેવુ છે કે, અમને આ વિષય અંગે કોઇ જ જ્ઞાન ન હતું પણ જ્યારેથી તેમણે બ્લૉગિંગ શરૂ કર્યું છે ત્યારથી અમને લાગે છે કે તે સાચું કામ કરી રહ્યાં છે.

આ પણ વાંચો:હવામાં ફેરવવાથી વાગે છે આ જાદુઈ વાંસળી

ચંદને ઓડીસાના સફળ બ્લોગર તરીકે પ્રતિષ્ઠા ઊભી કરી છે

ચંદ્રપુર જેવા દુર્ગમ વિસ્તારોમાં ઇન્ટરનેટ હજી પણ એક સપનું છે છતાં પણ ચંદન ત્યા કુશળ ભારતની પરિકલ્પનાને સાબિત કરવામાં સક્ષમ રહ્યાં છે. સાથે જ તેમણે ઓડીસાના સફળ બ્લોગર તરીકે પોતાની એક સારી પ્રતિષ્ઠા મેળવી છે. જેથી તેઓ યુવા પેઢી માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

Last Updated : Apr 2, 2021, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details