- ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડા બાદ જાપાની બ્રોકરેજ કંપનીનો રિપોર્ટ
- ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની તિજોરી પર 1 લાખ કરોડ રૂપિયાની અસર થશે
- વર્ષના બાકીના મહિનાઓમાં તિજોરી પર રૂપિયા 45,000 કરોડની અસર પડશે
નવી દિલ્હી : ડીઝલ અને પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં (Excise Duty On Petrol) ઘટાડાથી સરકારી તિજોરીને રૂપિયા 45,000 કરોડની અસર થશે અને કેન્દ્રની રાજકોષીય ખાધમાં 0.3 ટકાનો વધારો થશે. ગુરુવારે જાહેર કરાયેલા એક વિદેશી બ્રોકરેજ કંપનીના (Apanese Brokerage Nomura ) રિપોર્ટમાં આ માહિતી સામે આવી હતી.
તિજોરી પર રૂપિયા 45,000 કરોડની અસર
જાપાની બ્રોકરેજ કંપની નોમુરાના અર્થશાસ્ત્રીઓએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, એકંદર વપરાશના સંદર્ભમાં આ આશ્ચર્યજનક પગલાથી તિજોરીને રૂપિયા 1 લાખ કરોડની અસર થશે, જે સમગ્ર નાણાકીય વર્ષ માટે કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 0.45 ટકા હશે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં તિજોરી પર રૂપિયા 45,000 કરોડની અસર પડશે, જેનાથી રાજકોષીય ખાધમાં વધારો થશે.
રાજકોષીય ખાધ ઘટીને 6.5 ટકા થવાની અપેક્ષા