ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBSE Not To Fail Anyone : ટર્મ વન પરીક્ષાના મૂલ્યાંકનની ચિંતામાંથી વિદ્યાર્થીઓને રાહત - સીબીએસઇ ટર્મ 1 બોર્ડ પરીક્ષા 2022

આ સમાચાર એવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે જેઓ ટર્મ 1 પરીક્ષાના અઘરા પ્રશ્નોથી ચિંતિત છે અથવા બોર્ડની પરીક્ષાની નવી સિસ્ટમથી વાકેફ નથી. આ વર્ષે CBSE બોર્ડે ટર્મ-1ની (CBSE Term 1 Board Exams 2022) પરીક્ષા આપનાર કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ નહીં (CBSE Not To Fail Anyone) કરવાનો નિર્ણય લીધો છે.

CBSE Not To Fail Anyone : ટર્મ વન પરીક્ષાના મૂલ્યાંકનની ચિંતામાંથી વિદ્યાર્થીઓને રાહત
CBSE Not To Fail Anyone : ટર્મ વન પરીક્ષાના મૂલ્યાંકનની ચિંતામાંથી વિદ્યાર્થીઓને રાહત

By

Published : Dec 24, 2021, 1:00 PM IST

ન્યૂઝ ડેસ્ક- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ના 33 લાખથી વધુ વિદ્યાર્થીઓને રાહત આપી છે. પ્રથમ ટર્મમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે (CBSE Not To Fail Anyone) નહીં. જો કે વિદ્યાર્થીઓએ ટર્મ 1માં મળેલા માર્કસના આધારે ટર્મ-2 માટે વધુ સારી તૈયારી કરવી પડશે. એક વર્ષમાં બે બોર્ડ પરીક્ષા પદ્ધતિનો પરિચય વિદ્યાર્થીઓ માટે નવો હતો. MCQ ફોર્મેટમાં લેવાયેલી ટર્મ-1 પરીક્ષામાં (CBSE Term 1 Board Exams 2022) સ્ટેપ માર્કિંગ માટે કોઈ સ્થાન ન હતું. ઘણા વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ વર્ષે લેવાયેલી ટર્મ વન બોર્ડની પરીક્ષા સામાન્ય કરતાં વધુ મુશ્કેલ હતી.

માર્ક હશે પણ પાસ-નાપાસ નહીં હોય

CBSE અનુસાર ટર્મ 1 પરીક્ષાના (CBSE Term 1 Board Exams 2022)પરિણામમાં માત્ર માર્કસ હશે. વિદ્યાર્થીનું મૂલ્યાંકન માત્ર પરીક્ષા માટે જ કરવામાં આવશે અને કોઈપણ વિદ્યાર્થીને પાસ, ફેલ, રીપીટ કે કમ્પાર્ટમેન્ટ ગ્રેડ આપવામાં આવશે (CBSE Not To Fail Anyone) નહીં. બીજા સેમની પરીક્ષા પછી પાસ અથવા નાપાસ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. અંતિમ પરિણામો ટર્મ 1 અને ટર્મ 2 અને આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર કરવામાં આવશે.

CBSE ટર્મ વન પરીક્ષામાં માર્કસ હશે પરંતુ કોઈ નાપાસ કે પાસ નહીં હોય. તેના આધારે વિદ્યાર્થીઓએ ટર્મ 2 માટે તૈયારી કરવાની રહેશે

આ પણ વાંચોઃ Skill Training Courses In CBSE: વિદ્યાર્થીઓને આપવામાં આવશે સ્કિલ ટ્રેનિંગ, CBSEએ કર્યા કરાર

બીજી ટર્મની કેટલી તૈયારી કરવી તેની ખબર પડશે

પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું કે આ સિસ્ટમ બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. કારણ કે પ્રથમ ટર્મના પરિણામ પછી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે પોતાનું મૂલ્યાંકન કરી શકશે. આ પછી તેમના માટે એ જાણવું સરળ થઈ જશે કે બીજી ટર્મ (CBSE Term 1 Board Exams 2022) માટે કેટલી તૈયારી કરવાની જરૂર છે.

સીબીએસઇને મળી ગયાં છે ગુણ

CBSE ટર્મ-1 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાન્યુઆરી સુધીમાં (CBSE Term 1 Board Exams 2022) જાહેર થઈ શકે છે. બોર્ડે આ વર્ષે શાળાઓને પરીક્ષા પછી તરત જ જવાબોનું મૂલ્યાંકન અને અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મોટાભાગના શિક્ષકોએ પરીક્ષા પછી કોપી તપાસી સીબીએસઈને ગુણ મોકલી દીધાં હતાં.

આ પણ વાંચોઃ COVID Pandemic Lessons: શિક્ષકો ઇ-લર્નિંગ માટે થઇ રહ્યાં છે તૈયાર

આંતરિક મૂલ્યાંકન માર્ગદર્શિકા બહાર પાડી

CBSE એ આંતરિક મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા (CBSE Not To Fail Anyone) બહાર પાડી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની ત્રિસ્તરીય તપાસ કરવામાં આવશે. પ્રથમ વિદ્યાર્થીએ પોર્ટફોલિયોમાં કેટલો સુધારો કર્યો છે? બીજું વ્યવહારુ કાર્ય અને ત્રીજું બોલવાની પ્રવૃત્તિ. ધોરણ 12નું આંતરિક મૂલ્યાંકન (CBSE Term 1 Board Exams 2022) યુનિટ ટેસ્ટ, એક્સપ્લોરેટરી એક્ટિવિટી, પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટના આધારે કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details