ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBSE 12th Result: બોર્ડ પરિણામની તૈયારીમાં શાળાઓને તકનીકી મદદ કરશે

CBSE કોરોનાને કારણે 10 અને 12ની વર્ગની પરીક્ષાઓ રદ કરી દીધી છે, સાથે જ પરીક્ષાના પરિણામો તૈયાર કરવા માટે મૂલ્યાંકન નીતિ જારી કરી છે, જેના માટે એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પરિણામ 31 જુલાઈએ જાહેર કરવામાં આવશે. તે જ સમયે, બોર્ડનું કહેવું છે કે તે પરિણામોને તૈયાર કરવામાં શાળાઓને તકનીકી રૂપે મદદ કરશે.

xx
CBSE 12th Result: બોર્ડ પરિણામની તૈયારીમાં શાળાઓને તકનીકી મદદ કરશે

By

Published : Jun 26, 2021, 12:24 PM IST

  • CBSEએ 31 જૂલાઈએ ધોરણ 12નું પરીણામ જાહેર કરશે
  • પરીણામ માટે બનાવવામાં આવ્યું પોર્ટલ
  • પરીણામની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે

દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકે (CBSE)ને કોરોના(Corona)ના વધતા ચેપને કારણે 10 અને 12 ની વર્ગની પરીક્ષાઓ રદ કરી દીધી છે. CBSEએ પરીક્ષાનું પરિણામ તૈયાર કરવા માટે મૂલ્યાંકન નીતિ જારી કરી છે. આ દરમિયાન CBSEએ જણાવ્યું હતું કે તે 12 મા ધોરણની પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં શાળાઓને તકનીકી રીતે સહયોગ આપશે. આ માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ બબાતે CBSEનું કહેવું છે કે પોર્ટલ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. પોર્ટલની રચના સાથે, પરિણામ તૈયાર કરવું સરળ બનશે.

પરીણામનું કામ ઝડપથી કરો

CBSEનું કહેવું છે કે દસમા વર્ગની ડેટા વેરિફિકેશન, જેમાં રોલ નંબર, બોર્ડ, માર્કસ અને પાસિંગ યરનો સમાવેશ થાય છે, જે ફિડ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, બારમા વર્ગના થિયરીની ડેટા એન્ટ્રી અને અપલોડ કરવામાં આવી રહી છે. તેમજ CBSEએ જણાવ્યું હતું કે, દસમા ધોરણના વિદ્યાર્થીઓનો ડેટા આવતાની સાથે જ તેને શાળાઓના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો : CBSE 15 જુલાઇના રોજ ધોરણ 10નું પરીણામ જાહેર કરશે

31 જુલાઈએ પરીણામ જાહેર કરવામાં આવશે

CBSEએ જણાવ્યું હતું કે સમય બચાવવા માટે શાળાઓને પણ વર્ગ 11ના પરિણામોનું સંકલન કરવાની સુવિધા આપવામાં આવી છે. 11માં વર્ગની પરીક્ષાનું પરિણામ પૂર્ણ કર્યા પછી, શાળા 12 મા આંતરિક આકારણી પરીક્ષાના સંકલન કરી શકશે. CBSEએ જણાવ્યું હતું કે, જ્યારે આ ત્રણેય કોલમ પૂર્ણ થઈ જશે, ત્યારે શાળાઓ 11 અને 12 ની પરીક્ષાનું પરિણામનું મોડરેટ લઈ શકશે. નોંધનીય છે કે CBSEએ તમામ શાળાઓને પરિણામનું કામ ઝડપથી કરી દેવા જણાવ્યું છે, જેથી પરિણામ 31 જુલાઈએ જાહેર કરી શકાય.

આ પ્રકારે 12માં ધોરણનું પરીણામ આપવામાં આવશે

CBSEએ જણાવ્યું હતું કે મૂલ્યાંકન નીતિ ઘડવામાં તમામ હોદ્દેદારોની કાળજી લેવામાં આવી છે. બોર્ડે કહ્યું કે 12-સભ્યોની સમિતિ દરેક પાસાં જોયા પછી જ આ પ્રકારની મૂલ્યાંકન નીતિ સુધી પહોંચી છે. આ સિવાય બોર્ડે જણાવ્યું હતું કે, 12ના પરીણામમાં ધોરણ10માંના 30 ટકા, ઘોરણ11માં30 ટકા અને ધોરણ 12માં 40 ટકા માર્કસ ફોર્મ્યુલાનું મૂલ્યાંકન અપનાવવામાં આવ્યું છે. જેમાં દસમા ધોરણમાં 30 ટકા ગુણ, તે વિષયના સરેરાશ ગુણ પાંચ વિષયોમાં લેવામાં આવશે જેમાં 3 શ્રેષ્ઠ હશે.

આ પણ વાંચો : વિસામો કિડ્સ ફાઉન્ડેશનના સંયોગ થકી ઉર્મિલા મકવાણાએ NEETની પરીક્ષામાં મેળવ્યો ઓલ ઇન્ડિયા રેન્ક

પહેલાની પરીક્ષાના અંક ગણવામાં આવશે

આ ઉપરાંત ધોરણ 12ના 40 ટકા માર્કસ મિડ ટર્મ પરીક્ષાના, પ્રી બોર્ડ, યુનિટ ટેસ્ટના આધારે આપવામાં આવશે. આ સિવાય CBSEએ જણાવ્યું હતું કે પ્રેક્ટીકલ પરીક્ષા પહેલાની જેમ જ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. એમ પણ કહ્યું કે મૂલ્યાંકનને નિયંત્રિત કરવાના સંદર્ભમાં છેલ્લા 3 વર્ષની બોર્ડ પરીક્ષા સંદર્ભના ધોરણે લેવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાથી સંતુષ્ટ ન હોય તો પરિસ્થિતિનું સુધારણા થાય ત્યારે પરીક્ષાનું પરિણામ લેવામાં આવશે, તે સમયે તેમને પરીક્ષામાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે.

5 સભ્યની સમિતિ

પરિણામ તૈયાર કરવા માટે, દરેક શાળામાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે, જેમાં શાળાના આચાર્ય પ્રમુખ રહેશે. આ ઉપરાંત 12માં ધોરણમાં ભણાવતા શાળાના બે સિનિયર શિક્ષકો અને બીજી શાળાના 2 શિક્ષકોને સભ્ય બનાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details