ગુજરાત

gujarat

ETV Bharat / bharat

DHFL કૌભાંડ: CBIએ બિલ્ડર અવિનાશ ભોસલેના મકાનમાંથી હેલિકોપ્ટર કર્યું જપ્ત

DHFL કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરતા CBIએ પુણે સ્થિત બિલ્ડર અવિનાશ ભોસલેના પરિસરમાંથી અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર જપ્ત (CBI SEIZED HELICOPTER) કર્યું છે.

CBI SEIZED HELICOPTER DURING RAID AT PREMISES OF BUILDER AVINASH BHOSALE IN PUNE
CBI SEIZED HELICOPTER DURING RAID AT PREMISES OF BUILDER AVINASH BHOSALE IN PUNE

By

Published : Jul 31, 2022, 7:36 AM IST

પુણે: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ DHFL સાથે સંબંધિત રૂ. 34,615 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં પુણેમાં બિલ્ડર અવિનાશ ભોસલેના (BUILDER AVINASH BHOSALE IN PUNE) પરિસરમાંથી અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર જપ્ત કર્યું (CBI SEIZED HELICOPTER) છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, CBI છેલ્લા કેટલાક દિવસોથી કૌભાંડના નાણાંમાંથી હસ્તગત કરેલી મિલકતોનો પર્દાફાશ કરવા માટે વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આ પણ વાંચો:ઓહ! TV જોતા જોતા મહિલાએ ટમેટા ખાઈ લેતા મૃત્યું થયું

છેતરપિંડી કેસ: તેમણે કહ્યું કે, CBIએ 20 જૂને દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (DHFL), તેના ભૂતપૂર્વ ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર કપિલ વાધવન, ડિરેક્ટર દીપક વાધવન અને અન્ય લોકો વિરુદ્ધ રૂ. 34,615 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો:swimming in English channel: આંધ્રપ્રદેશના હેડ કોન્સ્ટેબલે કરી ઇંગ્લિશ ચેનલ પાર

17 બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી: એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેણે DHFLની બોગસ લેજર બુકનો ઉપયોગ કરીને 34,615 કરોડ રૂપિયાની બેંક લોન ડાયવર્ટ કરીને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 17 બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી હતી. તેઓએ કથિત રૂપે નકલી કંપનીઓ અને 'બાંદ્રા બુક્સ' તરીકે ઓળખાતી સમાંતર એકાઉન્ટિંગ સિસ્ટમનો ઉપયોગ DHFLમાં કાલ્પનિક સંસ્થાઓને છૂટક લોનના સ્વરૂપમાં જાહેર ભંડોળનું વિતરણ કરવા માટે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details