ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાલુ પ્રસાદની જામીન અરજી પર CBI નો જવાબ- કહ્યું હજી અડધી સજા પણ નથી થઈ પૂર્ણ

લાલુ પ્રસાદને જામીન ન મળે તે માટે સીબીઆઈએ મથામણ કરી રહી છે. સીબીઆઈ તરફથી આ સંબંધિત હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવ્યો છે. સીબીઆઈએ પોતાના જવાબમાં કહ્યું કે, લાલુ પ્રસાદની હજી અડધી સજા પણ પુરી થઈ નથી.

lalu
lalu

By

Published : Nov 25, 2020, 7:22 AM IST

Updated : Nov 25, 2020, 7:47 AM IST

  • લાલુ પ્રસાદને જામીન ન મળે તે માટે સીબીઆઈનો કોર્ટમાં જવાબ
  • અનેક મામલે લાલુને મળી છે સજા
  • જામીન અરજીમાં આધાર યોગ્ય નથીઃ CBI

રાંચીઃ લાલુ પ્રસાદને જમાનત ન મળી શકે તે માટે સીબીઆઈએ પુરી તૈયારીમાં છે. આ સંબંઘિત સીબીઆઈએ પોતાનો જવાબ રજૂ કરતાં અદાલતમાં જણાવ્યું કે લાલુ પ્રસાદ તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીમાં જે આધાર આપવામાં આવ્યો છે તે યોગ્ય નથી, માટે હજી તેમને જામીન આપવા જોઈએ નહીં.

જામીન અજીમાં આધાર અયોગ્ય

ઝારખંડ હાઈકોર્ટના વકિલ ધીરજ કુમારે જણાવ્યું કે સીબીઆઈએ સીઆરપીસીની ધારા 427નો હવાલો આપતાં પોતાના જવાબમાં કહ્યું છે કે આ ધારાના આધાર પર લાલુ પ્રસાદને જામીન ન આપી શકાય.

એક સજાની અવધિ સમાપ્ત થયા બાદ જ બીજી સજા થાય શરૂ

સીબીઆઈ અનુસાર લાલુ પ્રસાદને ચાર મામલે અલગ અલગ સજા ફટકારવામાં આવી છે. સીઆરપીસીની ધારા 427 અનુસાર કોઈ પણ વ્યકિતને એક કરતા વધારે મામલાઓમાં દોષી ઠહેરાવી સજા સંભળાવવામાં આવે છે, પરંતુ અદાલત તમામ સજા એક સાથે ચલાવવાનો આદેશ નથી આપતી. તેથી તે આરોપીની એક સજાની અવધિ સમાપ્ત થયા બાદ જ બીજી સજા શરૂ થાય છે.

Last Updated : Nov 25, 2020, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details