ગુજરાત

gujarat

ETV Bharat / bharat

1984 anti-Sikh riots: શીખ વિરોધી રમખાણોના કેસમાં સીબીઆઈએ જગદીશ ટાઈટલર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

સીબીઆઈએ 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન પુલ બંગશ ગુરુદ્વારામાં આગ લગાવવાના કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ટાઇટલર પર ટોળાની આગેવાની કરવાનો આરોપ છે જેમાં ત્રણ શીખો માર્યા ગયા હતા.

cbi-files-chargesheet-against-congress-leader-jagdish-tytler-in-sikh-riots-case
cbi-files-chargesheet-against-congress-leader-jagdish-tytler-in-sikh-riots-case

By

Published : May 20, 2023, 6:52 PM IST

નવી દિલ્હી:CBIએ શનિવારે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન પુલ બંગશ ગુરુદ્વારા અગ્નિદાહના કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. ગયા મહિને ટાઇટલર પુલ બંગશ ગુરુદ્વારા કેસમાં સીબીઆઈ કોર્ટમાં હાજર થયો હતો અને તેણે પોતાના અવાજના નમૂના આપ્યા હતા. ટાઇટલર પર 1984ના પુલ બંગશ કેસમાં ટોળાની આગેવાની કરવાનો આરોપ છે, જેમાં ત્રણ શીખોની હત્યા કરવામાં આવી હતી.

સીબીઆઈ દ્વારા આ કેસમાં ક્લીનચીટ: કોંગ્રેસના નેતાને અગાઉ સીબીઆઈ દ્વારા આ કેસમાં ક્લીનચીટ આપવામાં આવી હતી, પરંતુ 4 ડિસેમ્બર, 2015ના આદેશ પછી, શીખ રમખાણોની તપાસ ફરી શરૂ કરવામાં આવી હતી. જસ્ટિસ જીટી નાણાવટી કમિશને 2005માં સીબીઆઈ દ્વારા ફરીથી ખોલવાનો આદેશ આપ્યો હતો તે ત્રણ કેસોમાંથી એક ટાઇટલર સામેનો કેસ હતો. નાણાવટી કમિશને ટાઇટલરને 1984ના શીખ વિરોધી રમખાણોના આયોજકોમાંના એક તરીકે નામ આપ્યું હતું. ટાઇટલર પર ઉત્તર દિલ્હી મતવિસ્તારમાં ગુરુદ્વારા પુલ બંગશની બહાર ભીડનું નેતૃત્વ કરવાનો આરોપ છે, જેમાં ત્રણ શીખોની હત્યા કરવામાં આવી હતી.

સત્તાવાર રેકોર્ડ મુજબ,તત્કાલીન વડા પ્રધાન પછીના હત્યાકાંડ દરમિયાન, દિલ્હીમાં 2,100 સહિત સમગ્ર ભારતમાં લગભગ 2,800 શીખોની હત્યા કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેના વિરોધમાં આ રમખાણો ફાટી નીકળ્યા હતા. જણાવી દઈએ કે દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ સજ્જન કુમારને વર્ષ 2018માં શીખ રમખાણ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. સજ્જન કુમાર પર ટોળાની આગેવાની અને ઉશ્કેરણી કરવાનો પણ આરોપ હતો.

બીજેપી નેતા સિરસાની પ્રતિક્રિયા:બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ સીબીઆઈ દ્વારા ટાઈટલર વિરુદ્ધ રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે વીડિયો જાહેર કરીને કહ્યું કે હું CBI અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો આભાર માનું છું, જેને 40 વર્ષ બાદ આ કેસમાં ન્યાય મળી રહ્યો છે. આ કેસની મુખ્ય સાક્ષી હરપાલ કૌર બેદીએ 29 માર્ચે જુબાની આપી હતી. 164 નિવેદનો લેવામાં આવ્યા હતા. આ એ જ કેસ છે જેમાં કોંગ્રેસ સરકાર વખતે સીબીઆઈએ ટાઇટલરને ક્લીનચીટ આપી હતી. મેં દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના જનરલ સેક્રેટરી તરીકે CBIને અરજી આપી હતી, જેમાં અમે કહ્યું હતું કે અમારી પાસે ટાઇટલર વિરુદ્ધ મજબૂત પુરાવા છે. ત્યારબાદ સીબીઆઈએ તેની ક્લીનચીટ પાછી લઈ લીધી હતી. મને ખાતરી છે કે કોંગ્રેસના નેતા જગદીશ ટાઈટલર જે ખૂની પણ છે તેને બહુ જલ્દી સજા થશે. આ પછી આગળનો નંબર કમલનાથનો હશે. આ બંને જેલમાં સજ્જન કુમારના સાથી બનશે.

  1. Manish Sisodiya: સિસોદિયાએ CBI સામે સ્વીકાર્યું, ફોનનો નાશ કરીને ડિજિટલ પુરાવાનો ખતમ કર્યા
  2. Viveka Murder Case: અવિનાશ રેડ્ડી ફરીથી CBI ની સુનાવણીમાં હાજર ન રહ્યા

ABOUT THE AUTHOR

...view details