ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PCOS મહિલાઓને વંધ્યત્વ તરફ લઈ જઇ શકે છે

હોર્મોન અસંતુલનના કારણોસર થતી પરિસ્થિતિઓમાં પીસીઓએસ (PCOS) સામાન્ય રીતે જોવા મળે છે. સામાન્ય રીતે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (Polycystic ovary syndrome) માટે બેઠાડુ જીવનશૈલી અને અસંતુલિત ખાનપાન સહિતના વિવિધ કારણ જવાબદાર છે. જોકે કારણ ગમે તે હોય પણ સમયસર ધ્યાન ન અપાય તો વંધ્યત્વનું (Infertility) કારણ બનશે. આંકડાઓ જોઇએ તો મહિલાઓમાં વંધ્યત્વનું મુખ્ય કારણોમાંથી એક કારણ પોલિસિસ્ટીક ઓવરી સિન્ડ્રોમનો સમાવેશ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં તબીબી સહાયથી મહિલાઓને ગર્ભધારણમાં સફળતા મળે છે.

PCOS મહિલાઓને વંધ્યત્વ તરફ લઈ જઇ શકે છે
PCOS મહિલાઓને વંધ્યત્વ તરફ લઈ જઇ શકે છે

By

Published : Jun 28, 2021, 4:42 PM IST

  • PCOS દર્દીમાં વંધ્યત્વની સમસ્યા દૂર કરવામાં મદદરુપ પ્રજનન પદ્ધતિઓ
  • Polycystic ovary syndromeથી પીડિત મહિલાઓ માટે મહત્વનું માર્ગદર્શન
  • વિષય નિષ્ણાત ડૉ. એસ વૈજ્યંથી સાથે ETV Bharat Sukhibhavએ કરી વાત

પોલિસિસ્ટિક અંડાશયના સિન્ડ્રોમ (PCOS) એ સ્ત્રીઓમાં સેક્સ હોર્મોન્સમાં અસંતુલનને લીધે થતી સમસ્યા છે. તેને કેટલીકવાર પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક અંડાશયના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. PCOSસામાન્ય રીતે વંધ્યત્વના એક કારણ તરીકે ઓળખાય છે કારણ કે તે સીધા અને પરોક્ષ રીતે મહિલાઓના આરોગ્ય, ખાસ કરીને પ્રજનન સ્વાસ્થ્યને અસર કરે છે. આ સમસ્યાને લઈને લોકોમાં પણ ઘણી મૂંઝવણ છે. આ વિશે વધુ જાણવા માટે, ETV Bharat Sukhibhavની ટીમે રીપ્રોડક્ટિવ મેડિસિન અને સર્જરીના નિષ્ણાત અને આઇએમએસ ફર્ટિલિટી સેન્ટરના નિષ્ણાત અને મધર ટુ બી ફર્ટિલિટીના ડિરેક્ટર ડો. એસ. વૈજયંથી સાથે વાત કરી હતી.

શું છે પીસીઓએસ

મહિલાઓમાં વંધ્યત્વના મુખ્ય કારણોમાં PCOSની સમસ્યા માનવામાં આવે છે. આંકડા મુજબ વંધ્યત્વની સમસ્યાથી પીડાતી દર પાંચમાંથી એક મહિલા આ સિન્ડ્રોમનો શિકાર છે. આ સમસ્યાને કારણે ઇંડા બનવાની અને વિકસિત થવાની મહિલાઓની ક્ષમતાને અસર થાય છે જે વંધ્યત્વનું કારણ બને છે. આવી સ્થિતિમાં મહિલાને ક્યાં તો લાંબા ગાળાની સારવાર લેવી પડી શકે છે અથવા પ્રજનન ટેકનીકોની મદદ લેવી પડે છે.

PCOS પીડિત મહિલાઓ આ પ્રજનન ઉપચારોની મદદથી ગર્ભાધારણ કરવામાં સફળ થતી હોય છે

ગર્ભાધાનમાં PCOS કેમ સમસ્યારુપ છે

ડૉ. વૈજ્યંથી કહે છે કે સામાન્ય માસિક ચક્રમાં દર મહિને મહિલાઓને ગર્ભાશયમાં એક ઇંડું બહાર આવે છે, જે તેને 20 ટકા ગર્ભધારણની તક આપે છે. પરંતુ જે મહિલાઓ PCOSની સમસ્યાથી પીડિત છે તેમનું માસિક ચક્ર સામાન્ય કરતાં વધુ કે ઓછું હોઈ શકે છે. ઉદાહરણ તરીકેી સામાન્ય સ્થિતિમાં, જો મહિલાે માસિક ચક્રને નિયંત્રિત કરવા માટે કોઈ દવાઓ લેતી નથી તો એક ચક્રથી બીજા ચક્ર સુધીનો સમયગાળો 35 દિવસથી 2 થી 3 મહિનાનો હોય છે. જેના કારણે મહિલાઓની ઇંડા ઉત્પન્ન કરવાની ક્ષમતા અને ઇંડા વિકાસની પ્રક્રિયાને અસર થાય છે. આ સંજોગોમાં મહિલાઓના શરીરમાં હોર્મોનલ અસંતુલન અને માસિક સ્રાવમાં થતી અનિયમિતતાઓને લીધે ગર્ભધારણ કરવામાં સમસ્યાઓનો સામનો કરે છે.

PCOS દર્દી માટે કઇ પ્રજનન ટેકનિક બહેતર છે?

ડૉ. વૈજ્યંથીએ જણાવ્યું કે સામાન્ય રીતે PCOSથી પીડિત મહિલાઓમાં મેદસ્વીપણા જેવી સમસ્યાઓ જોવા મળે છે. જે ફક્ત પ્રજનન ક્ષમતામાં જ નહીં પણ બીજી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી મહત્વપૂર્ણ છે કે આ મહિલાઓ જીવનશૈલીમાં પરિવર્તન લાવે અને કોઈપણ સારવાર શરૂ કરતા પહેલાં મેદસ્વીપણાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે.

PCOSથી પીડિત મહિલાઓ માટે ઉપયોગી પ્રજનન ટેકનિક

ઓવ્યૂલેશન ઇન્ડક્શનઃ આ પ્રક્રિયામાં, ઇંડાને ઉત્પન્ન થવાની અને વિકાસ માટેની દવાઓ આપવામાં આવે છે. ઇંડાનો વિકાસ અને નિઃસ્સરણ માટે સ્ત્રીઓને સામાન્ય રીતે ક્લોમીફેન સાઇટ્રેટ અને લેટ્રોઝોલ દવા સૂચવવામાં આવે છે. આ દવાઓ મહિલાઓના માસિક સ્રાવના બીજા દિવસથી લેવાની સલાહ આપવામાં આવે છે. આ 5 દિવસનો કોર્સ છે. આ પ્રક્રિયા પછી સ્ત્રીના શરીરમાં ઇંડાના વિકાસ અને નિઃસ્સરણની દેખરેખ સામાન્ય સ્કેનની મદદથી કરવામાં આવે છે. જેમાં આ દવાની અસર મહિલા પર થઈ રહી હોય. PCOSથી પીડિત લગભગ 50થી 60 ટકા મહિલાઓ થોડા પ્રયત્નો પછી આ પદ્ધતિથી ગર્ભધારણ કરવામાં સફળ થઈ જાય છે.

આ પણ વાંચોઃ યોગ્ય આહાર PCOS ઘટાડવામાં મદદ કરી શકે છે

આઈ.યુ.આઈ તથા આઈ.વી. એફ (IUI and IVF )

ગર્ભધારણમાં જો ઓવ્યૂલેશન ઇન્ડક્શન ટેકનિક સહાયરુપ નથી બનતી તો આઈયુઆઈ (IUI )ટેકનિકની સલાહ આપવામાં આવે છે. ડૉ. વૈજ્યંથીએ કહ્યું કે આ પ્રક્રિયામાં દવાની મદદથી ઓવરીમાં ઉત્તેજના પેદા કરવામાં આવે છે. આ ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં સ્પર્મને મહિલાના ગર્ભાશયમાં સીધા મૂકવામાં આવે છે. ગર્ભધારણની સામાન્ય પદ્ધતિમાં સ્પર્મ ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં પહોંચે છે અને બાદમાં ફેલોપિયન ટ્યૂબો દ્વારા ગર્ભાશય સુધી જાય છે. પરંતુ કુદરતીપણે આ પ્રક્રિયા નથી થતી તો એક નાના પ્લાસ્ટિક કેથેટરની મદદથી સ્પર્મને સીધા ઇંડાની નજીક ગર્ભાશયમાં નાંખવામાં આવે છે. આ પ્રક્રિયાથી મહિલાની માતા બનવાની સંભાવના વધી જાય છે.

જો ઉપર જણાવેલી બંને પ્રક્રિયાઓ સફળ નથી થતી તો એવામાં આઈવીએફ (IVF )પ્રક્રિયાની મદદ લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં મહિલાના ઇંડા અને પુરુષના શુક્રાણુને શરીરની બહાર ફળવવામાં આવે છે. આ પ્રજનન પ્રક્રિયા લેબોરેટરીની અંદર એક કાચના વિશેષ પાત્રમાં કરવામાં આવે છે. જે ઉપરાંત ભ્રૂણને મહિલાના ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.

સારવાર પહેલાં જીવનશૈલીમાં પરિવર્તન જરુરી

ડૉ. વૈજ્યંથી જણાવે છે કે PCOSથી પીડિત મહિલાઓએ કોઈપણ પ્રકારની સારવાર શરૂ કરતાં પહેલાં તેમની જીવનશૈલી તરફ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિસ્તબદ્ધ નિયમિતતા, ખાવાપીવામાં શિસ્ત, નિયમિત વ્યાયામ અને સકારાત્મક વિચારસરણી તેમના શારીરિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. કારણ કે સામાન્ય રીતે પીસીઓએસથી પીડિત મહિલાઓમાં મેદસ્વીપણા જેવી સમસ્યાઓ જોવા મળે છે, જેને કારણે તેમને માસિક ચક્રની પર પણ અસર થતી હોય છે. આવી સ્થિતિમાં શિસ્તબદ્ધ જીવનશૈલી ન માત્ર સ્થૂળતા જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે, તે વજન ઘટાડવામાં પણ મદદ કરેે છે અને માસિક ચક્ર નિયમિત થવાની સંભાવનાને પણ વધારી શકે છે. પરંતુ મહત્વપૂર્ણ છે કે આ માટે નિયમિત પ્રયત્નો કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો સ્ત્રી એક સમયે 5 થી 10 કિલો વજન ઓછું કરે છે તો પરંતુ તે ઘટેલું જાળવી રાખવામાં સમર્થ નથી તો તેની સમસ્યા હલ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

ડૉ. વૈજ્યંથી જણાવે છે કે સારી વાત એ છે કે મોટાભાગની PCOS પીડિત મહિલાઓ આ પ્રજનન ઉપચારોની મદદથી ગર્ભાધારણ કરવામાં સફળ થતી હોય છે. આ માટે જરુરી છે કે પીસીઓએસ પીડિત મહિલા કોઇ પ્રજનન વિશેષજ્ઞની સલાહ પ્રમાણે પોતાના ઉપચારની પ્રક્રિયા શરુ કરાવે.

આ બાબતે વધુ જાણકારી માટે svyjayanthi99@gmail.com. દ્વારા સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચોઃ PCOSની બિમારી વિશે જાણવા જેવું

ABOUT THE AUTHOR

...view details