- કેબિનેટ વિસ્તરણના થોડા સમય પહેલા કરી બેઠક
- રૂપાલા - માંડવિયાને પ્રમોશનની શક્યતા
- ગુજરાતના ત્રણ નવા ચહેરાઓનો થઈ શકે છે સમાવેશ
નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણના ( cabinet expansion ) થોડા સમય પહેલા જ વડાપ્રધાન મોદીએ સંભવિત પ્રધાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ , રક્ષા પ્રધાન રાજનાથ સિંહ , કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હાજર હતા.
બેઠકમાં આ નેતાઓ હાજર
વડાપ્રધાન મોદીની બેઠકની તસ્વીર સામે આવી છે તેમાં પહેલી હરોળમાં આરસીપી સિંહ , જ્યોતિરાદિત્ય સિંધિયા , સર્વાનંદ સોનેવાલ , નારાયણ રાણે નજરે પડે છે.
બેઠકમાં LGP સાંસદ પશુપતિ કુમાર પારસ પણ હાજર હતા. મહત્વનું છે કે, પશુપતિ કુમારનો પ્રધાન મંડળમાં સમાવેશ ન કરવા માટે ચિરાગ પાસવાને વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો. આ સિવાય શહેરી વિકાસ પ્રધાન હરદીપ પુરી , નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર , ગૃહ રાજ્ય પ્રધાન જી કિશન રેડ્ડી હાજર હતા.