નવી દિલ્હી:કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે શનિવારે (Central Minister Anurag Thakur) કહ્યું હતું કે, દિલ્હીની સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમનો દૂરઉપયોગ (Delhi Govt Fail to Takes Action) થતો રોકી ન શકી. IAS દંપતિ સામે પગલાં લેવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. પણ ગૃહમંત્રાલયે તેમણે બરોબરનો પાઠ (Home Ministry Teaches them Lesson) ભણાવ્યો છે. એમની ટ્રાંસફર કરી દેવામાં આવી છે. જેથી ખેલાડીઓને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ય બની રહે.
પરંપરાગત રમત આંતરરાષ્ટ્રીય સ્તરે:સાવિત્રી બાઈ ફુલે યુનિવર્સિટી પરિસરમાં 27 એકરની જમીન પર (Savitribai Phule Pune University (SPPU)) ખશાબા જાધવ સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ વખતે આ ટોણો માર્યો હતો. પ્રધાને એવું પણ કહ્યું કે, મલખંમ જેવી ભારતની પરંપરાગત રમત ભવિષ્યમાં એ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જશે.
આ પણ વાંચો:IPL And Politics : મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મતદારોને આકર્ષવાનું માધ્યમ બની જશે?
મેચની સંખ્યા વધવી જોઈએ: ખેલાડીઓ માટે વધુંને વધુ મેચ થવા જોઈએ. ન માત્ર અભ્યાસ પણ પ્રેક્ટિકલ પણ એટલું જ જરૂરી છે. જે ખેલાડીઓને માનસિક મનોબળ મજબુત કરવામાં મદદ કરશે. મેદાન જેવી સુવિધાઓ બનાવવામાં આવે છે. પણ કેટલાક લોકો એના પર પ્રતિબંધ મૂકી દે છે. તાજેરમાં દિલ્હીમાં એક IAS અધિકારી પોતાની પત્ની સાથે સ્ટેડિયમનો ઉપયોગ કરી રહ્યા હતા. એ સમયે ખેલાડીઓને મેદાન ખાલી કરી દેવા કહ્યું હતું. આ ઘટના દુ:ખદ છે.
દિલ્હીની સરકાર નિષ્ફળ: દિલ્હીની સરકારે એમની સામે કોઈ પગલાં નથી લીધા. પણ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એમની સામે કડક કાર્યવાહી કરી છે. એમની ટ્રાંસફર કરીને એક મોટો સંદેશ આપ્યો છે. ઉદાહરણ પુરવાર કર્યું છે. તેમણે દરેક વસ્તુના નિયમ હોવા જોઈએ અને તેનું પાલન પણ થવું જોઈએ. તમામ ખેલાડીઓને રમવાની છૂટ પણ જે પ્રોફેશનલ છે એને પ્રાથમિકતા આપવી પડે. આમા કોઈ પ્રકારનો રાજકીય સ્પર્શ ન લાગવો જોઈએ. ત્યાગરાજ સ્ટેડિયમમાં સુવિધાઓના દૂરઉપયોગને લઈ IAS દંપતિમાંથી સંજીવ ખિરવારની લદ્દાખ અને અનુ દુગ્ગાની અરૂણાચલ પ્રદેશ ટ્રાંસફર કરાઈ છે. ખિરવાર પહેલા દિલ્હીમાં સચિવ પદે હતા.