અમદાવાદ: નાણા પ્રધાન નિર્મલા સિતારમણ ચાલુ વર્ષ માટે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટ ભાષણમાં તેમને શિક્ષણને લઈને મોટી જાહેરાત કરી હતી. . હાલ 157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે એવી યોજના બનાવવામાં આવી છે. આ સાથે જ ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગ્રામ ચલાવવામાં આવશે અને મેડિકલ સાધનો બનાવનારા પ્રોગ્રામ પણ શરૂ કરાશે.
157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરવામાં આવશે:નાણા પ્રધાન નિર્મલા સિતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે કહ્યું કે, 2014 બાદ સ્થાપિત હાજર 157 નવી મેડિકલ કોલેજ સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપવામાં આવસે. જે ખાસ કરીને જનજાતિય સમુદાની સામાજિક આર્થિક સ્થિતીમાં સુધાર માટે પીએમપીબીટીજી વિકાસ મિશન કરવામાં આવસે. જેથી પીબીટીજી વસ્તીને મૂળભૂત સુવિધાઓથી પરિપૂર્ણ કરવામા આવે. આગામી 3 વર્ષમાં યોજનાને લાગૂ કરવા માટે 15,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.