છપરાઃ બિહારમાંથી બોમ્બ વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે, જેમાં કુલ છ વ્યક્તિઓના મૃત્યું થયા છે. પ્રચંડ વિસ્ફોટને કારએણ એક મકાન ધરાશાયી થયું હતું. જેના કારણે એક મકાન જમીનદોસ્ત થઈ ગયું. આ કાટમાળમાં હજું કેટલાક લોકો ફસાયા હોવાની પણ પોલીસે જાણકારી આપી હતી. જોકે, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, દેહવ્યાપારના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ
કેમ કરતા થયુંઃ બિહારના સારણના SPએ જણાવ્યું હતું કે, અહીં રહેતા ઘરના પરિવારના સભ્યએ જણાવ્યું કે આગળ રેડીમેડની દુકાન હતી અને પાછળના ભાગે ફટાકડા બનાવતા અને વેચતા હતા. જેમાં વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી હતી. આમાં ફટાકડાની સાથે સિલિન્ડરમાં પણ વિસ્ફોટ થયો હશે. કારણ કે આખું ઘર જમીનદોસ્ત થઈ ગયું છે. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે બ્લાસ્ટ ફટાકડાના કારણે થયો હતો કે બોમ્બથી. બોમ્બ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી રહી છે. તપાસ બાદ કંઈ કહી શકાય. પોલીસ તપાસ કરી રહી છે કે આ ફટાકડા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા કે લાયસન્સવાળા હતા.
બોમ્બ સ્ક્વોડ બ્લાસ્ટની તપાસ કરશેઃસારણ SP1એ કહ્યું કે ફોરેન્સિક ટીમ અને બોમ્બ સ્કવોડ આ બોમ્બ બ્લાસ્ટની તપાસ કરશે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આખું ઘર ધરાશાયી થયું અને ઘરની છત અને દિવાલો કેટલાય મીટર દૂર કૂદીને કાટમાળમાં ફેરવાઈ ગઈ. આ ઘરની અંદર હાજર એક વ્યક્તિના શરીરનો એક ભાગ લગભગ 50 મીટર દૂર પડ્યો હતો. તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. ફટાકડાના કારણે આટલો મોટો વિસ્ફોટ કેવી રીતે થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. બોમ્બ વિસ્ફોટમાં કાટમાળમાંથી અત્યાર સુધીમાં 6 મૃતદેહ કાઢવામાં આવ્યા છે, મકાન ધરાશાયી થયા બાદ પણ વિસ્ફોટો ચાલું જ હતા.