- બોલીવૂડ આવ્યું આઈટીની વરુણીમાં
- અભિનેત્રી તાપસી પન્નુ સહિત જાણીતી હસ્તીઓ સકંજામાં
- મહારાષ્ટ્રના પ્રધાને બદલાની કાર્યવાહી ગણાવી
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ સહિત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ, મધુ મન્ટેનાના ઘેર ઇન્ક્મટેક્સના દરોડા પડ્યાંના સમાચાર સામે આવ્યાં છે. આ કાર્યવાહી મામલે જાણવા મળી રહ્યું છે કે આ દરોડા ફેન્ટમ ફિલ્મની ટેક્સ ચોરીના મામલાને લઇને કરવામાં આવી રહી છે. આયકર વિભાગના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ટેક્સ ચોરીના આ મામલામાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ તેમ જ અન્યોનો સમાવેશ થાય છે. એક જાણકારી પ્રમાણે મુંબઇ અને પૂણેમાં લગભગ 20થી 22 સ્થાનો પર આયકર વિભાગના અધિકારીઓ દ્વારા તલાશી લેવામાં આવી રહી છે. જેમાં તાપસી પન્નુ સહિત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ, મધુ મન્ટેના અને અન્ય ત્રણ સંસ્થાઓની ઓફિસો શામેલ છે.
કંપની 2018માં થઈ હતી બંધ
2011માં અનુરાગ કશ્યપ, મધુ મન્ટેના, વિક્રમાદિત્ય મોટવાને અને વિકાસ બહલ દ્વારા ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના કરવામાં આવી હતી. જોકે ઓક્ટોબર 2018માં આ કંપનીને બંધ કરી દેવામાં આવી હતી.