ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુક્રેનમાં મૃત્યુ પામનાર કર્ણાટકના વિદ્યાર્થીનો મૃતદેહ બેંગલુરુ પહોંચ્યો, મુખ્યપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

યુક્રેનના ખાર્કિવ શહેરમાં 1 માર્ચે રશિયન સેના દ્વારા(Ukraine Russia war) ગોળીબાર દરમિયાન કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનું મોત (Karnataka student killed in firing) નિપજ્યું હતું. જેના મૃતદેહને આજે (સોમવારે) વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Kempegowda International Airport in Bengaluru) પર લાવવામાં આવ્યો હતો.

યુક્રેનમાં મૃત્યુ પામનાર કર્ણાટકના વિદ્યાર્થીનો મૃતદેહ બેંગલુરુ પહોંચ્યો, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
યુક્રેનમાં મૃત્યુ પામનાર કર્ણાટકના વિદ્યાર્થીનો મૃતદેહ બેંગલુરુ પહોંચ્યો, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

By

Published : Mar 21, 2022, 9:45 AM IST

બેંગલુરુ: યુક્રેનના ખાર્કિવ શહેરમાં 1 માર્ચના રોજ રશિયન દળો દ્વારા ગોળીબાર દરમિયાન મૃત્યુ પામેલા કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરને મૃતદેહને આજે (સોમવાર) વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIAL) ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. .

પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી:મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈ તેમના કેબિનેટ સાથીદારો સાથે બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા અને પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. પત્રકારો સાથે વાત કરતા મુખ્યપ્રધાન બોમ્મઈએ કહ્યું કે, સંકટના સમયમાં દેશની તાકાત અને શક્તિ જાણી શકાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંકટની ઘડીમાં નવીનનો મૃતદેહ પરત લાવીને દેશની તાકાત બતાવી છે. તેણે કહ્યું, 'આજે મૃતદેહ આવી ગયો છે અને અમે તમામ વ્યવસ્થા કરી લીધી છે.

આ પણ વાંચો:War 26th Day: યુક્રેને ઇઝરાયલની મદદ માંગી, અમેરિકાની ચેતવણી - ચીન રશિયાને મદદ કરશે તો પરિણામ આવશે ગંભીર

સંકટના સમયમાં 12 કલાકમાં સમર્પિત હેલ્પલાઇન શરૂ:બોમ્મઈએ કહ્યું કે, “નવી દિલ્હી, ગાઝિયાબાદ, મુંબઈ અને બેંગલુરુ એરપોર્ટ પર તૈનાત અમારા અધિકારીઓ યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓની સંભાળ રાખતા હતા. યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચે તેની ખાતરી રાખવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, સંકટના સમયમાં 12 કલાકની અંદર એક સમર્પિત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. રાજ્યના અધિકારીઓ વિદેશ મંત્રાલય તેમજ યુક્રેનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં હતા.

અધિકારીઓનો આભાર માન્યો: બોમ્મઈએ કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે સરકારે એક વોટ્સએપ ગ્રુપ અને વેબસાઈટ પણ બનાવી છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ સારું કામ કર્યું છે. તેમણે કર્ણાટકના વિદ્યાર્થીના મૃતદેહને પરત લાવવામાં મદદ કરવા બદલ રાજ્ય, ભારત, યુક્રેન અને પોલેન્ડના અધિકારીઓનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું, 'મને દુઃખ છે કે અમે નવીનને જીવતા પાછો લાવી શક્યા નથી.'

વળતર જાહેર કર્યું : તેમણે કહ્યું, 'અમારી સરકાર નવીનના પરિવાર સાથે ઉભી છે. અમે વળતર જાહેર કર્યું છે અને અમે જોઈશું કે તેના નાના ભાઈ માટે શું કરી શકાય. એરપોર્ટ પર આરોગ્ય મંત્રી કે. સુધાકર, હાવેરીના સાંસદ શિવકુમાર ઉદાસી, ધારાસભ્ય અરુણકુમાર અને કોંગ્રેસના એમએલસી સલીમ અહેમદ પણ હાજર હતા. અગાઉ વડા પ્રધાનને સંબોધિત તેમના પત્રમાં, બોમ્મઈએ ખાર્કિવમાંથી નવીનનો મૃતદેહ લાવવામાં મદદ કરવા માટે વડાપ્રધાનના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:Ukraine Russia conflict : રશિયન સેનાએ ફરી કિંજલ મિસાઈલ છોડી, 400 શરણાર્થીઓ સાથેની શાળા પર હુમલો

મૃતદેહ મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવશે:કર્ણાટકના હાવેરી જિલ્લાના નવીનનું 1 માર્ચના રોજ ખાર્કિવમાં અવસાન થયું હતું અને તેનો પરિવાર તેના મૃતદેહને પરત લાવવા અધિકારીઓને માંગ કરી રહ્યો હતો. ત્યાં ભારે લડાઈના કારણે મૃતદેહ લાવવામાં વિલંબ થયો હતો. નવીનના પરિવારે કહ્યું છે કે, અંતિમ સંસ્કાર બાદ મૃતદેહ મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details