ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ આજે મોટા ખેડૂત સંમેલનની કરશે જાહેરાત, રાકેશ ટિકૈતને મળશે પડકાર

યુપીની રાજધાની લખનૌમાં ભાજપ બુધવારના ખેડૂત સંમેલનની જાહેરાત કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલનથી ભાજપ ખેડૂત આંદોલનને શાંત કરવાનો પ્રયત્ન કરશે અને આનાથી રાકેશ ટિકૈતને પણ પડકાર મળશે.

ભાજપ આજે મોટા ખેડૂત સંમેલનની કરશે જાહેરાત
ભાજપ આજે મોટા ખેડૂત સંમેલનની કરશે જાહેરાત

By

Published : Sep 15, 2021, 2:27 PM IST

  • ભાજપ ઉત્તર પ્રદેશમાં કરશે ખેડૂત સંમેલન
  • રાજ્ય સ્તરનું ખેડૂત સંમેલન લખનૌમાં યોજાશે
  • ટિકૈતના ખેડૂત આંદોલનનો તોડી નીકાળવાની તૈયારી

લખનૌ: ભાજપ બુધવારની બપોરે રાકેશ ટિકૈતના ખેડૂત આંદોલનનો તોડ નીકાળવા માટે રાજ્ય સ્તરના ખેડૂત સંમેલનની જાહેરાત કરશે. આ સંમેલન દ્વારા ભાજપ ખેડૂત આંદોલનનો રસ્તો નીકાળશે. ખેડૂતોને પોતાની સાથે લાવવા માટે ભાજપના આયોજનની સાંકળની આ પહેલી કડી હશે.

ગામેગામ સંભળાવવામાં આવશે 7 વર્ષની સફળતાની ગાથા

ભાજપ દિલ્હી બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો રસ્તો નીકાળશે, જેના માટે ખેડૂતો સાથે વાતચીતનું ખાસ અભિયાન ચલાવવામાં આવશે. ભાજપની અત્યાર સુધીની ખેડૂતો સાથે જોડાયેલી યોજનાઓ વિશે ખેડૂતોને વાકેફ કરાવવામાં આવશે. આ માટે ભાજપે પ્રદેશની 60 હજાર ગ્રામ પંચાયતોના લગભગ 5 લાખ કાર્યકર્તાઓને આ વાતો પહોંચાડવાની જવાબદારી આપી છે. આ કાર્યકર્તાઓ ઉપરાંત પાર્ટીના સમર્થક ખેડૂત સંગઠનો અને નેતાઓ દ્વારા ગામેગામ 7 વર્ષની સફળતાની કહાની સંભળાવવામાં આવશે, જેમાં સંઘનું સંગઠન ભારતીય કિસાન સંઘન પણ પોતાની ભૂમિકા નીભાવશે.

6 મહિનાથી દિલ્હી બૉર્ડર પર ખેડૂતોનું આંદોલન

છેલ્લા લગભગ 6 મહિનાથી દિલ્હી બૉર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે. આમાં મુખ્ય રીતે પંજાબના ખેડૂતોએ શરૂઆત કરી હતી અને ત્યારબાદ ભારતીય કિસાન યુનિયનનો એક મહત્વનો રોલ સામે આવ્યો. ભારતીય કિસાન યુનિયન તરફથી રાકેશ ટિકૈત આ આંદોલનના આગેવાન છે અને હવે તેમનો દાવો છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવી દેશું.

લખનૌમાં થશે સંમેલન

ઉત્તર પ્રદેશ ભાજપના સહ મીડિયા પ્રભારી અરુણ સિંહે જણાવ્યું કે, બપોરે એક વાગ્યે ભાજપ કિસાન મોરચાની પ્રેસ કોન્ફરનસમાં મોટા ખેડૂત આંદોલનની જાહેરાત કરશે. આ સંમેલન લખનૌમાં જ થશે. તારીખ અને લખનૌમાં સ્થાનની સંપૂર્ણ જાણકારી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે.

વધુ વાંચો: આખી રાત કરનાલ મીની સચિવાલયની બહાર ખેડૂતોએ કર્યા ધરણા

વધુ વાંચો: મુઝફ્ફરનગર મહાપંચાયતમાં સામેલ થયા 20 લાખ લોકો, ગાઝીપુર બૉર્ડર પહોંચેલા ટિકૈતનો દાવો

ABOUT THE AUTHOR

...view details