ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક શરૂ, વિધાનસભા ચૂંટણી અને સરકારની ઉપલબ્ધિઓ પર ચર્ચા - નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ

રવિવારે ભાજપની (BJP) રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક (National Executive Meeting) યોજાઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) કાર્યકાળની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ વિશે સભા સ્થળે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોવિડ-મેનેજમેન્ટ, રેકોર્ડ રસીકરણ અને વૈશ્વિક મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેમનું સન્માન કરવાની પણ યોજના બનાવવામાં આવી છે.

ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક શરૂ
ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક શરૂ

By

Published : Nov 7, 2021, 12:21 PM IST

Updated : Nov 7, 2021, 2:56 PM IST

  • ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક મળી
  • પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે
  • વિધાનસભા ચૂંટણી અને સરકારની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરાશે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની (BJP) રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક (National Executive Meeting) પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ના કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવી રહી છે. ભાજપની આ બેઠક લોકસભા ચૂંટણી-2019 બાદ પહેલીવાર યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા NDMC કન્વેન્શન સેન્ટર પહોંચ્યા છે. આ દરમિયાન, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું હતું.

કેન્દ્રમાં પાર્ટી છેલ્લા સાત વર્ષથી સતા પર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, પાર્ટી છેલ્લા સાત વર્ષથી કેન્દ્રમાં સત્તામાં છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણમાં ઘણા રાજ્યોમાં તેની સરકારો છે, પરંતુ તે હજી ઉત્કર્ષ આવવાનું બાકી છે.

342 પ્રતિભાગીઓએ મીટિંગમાં ભાગ લીધો

રાજધાનીના NDMC કોન્ફરન્સ હોલમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકને સંબોધતા નડ્ડાએ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ બેઠકને એક અનોખી પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકનું ઉદ્ઘાટન કર્યું છે. મીટીંગમાં ભાગ લેનારા તમામની ડીજીટલ નોંધણી કરવામાં આવી છે. તે જ સમયે, 342 પ્રતિભાગીઓએ મીટિંગમાં ભાગ લીધો હતો.

સરકારની ઉપલબ્ધિઓ પર થઈ ચર્ચા

આ બેઠકમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની છેલ્લા સાત વર્ષની ઉપલબ્ધિઓ બાબતે ચ્રર્ચા કરવામાં આવશે. બેઠકમાં હાજરી આપવા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, હરદીપ સિંહ પુરી, ડૉ. એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્તાર અબ્બાસ નકવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટર પહોંચ્યા છે.

વડાપ્રધાન મોદી બપોરે 3 વાગે સભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ વિશે સભા સ્થળે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોવિડ-મેનેજમેન્ટ, રેકોર્ડ રસીકરણ અને વૈશ્વિક મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેમનું સન્માન કરવાની પણ યોજના છે. સાથે જ વડાપ્રધાન મોદીના સંબોધનની સાથે જ બેઠકનો અંત આવશે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે શનિવારે પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

વર્કિંગ કમિટીના અન્ય સભ્યોનો સમાવેશ

તેમણે કહ્યું કે, કોવિડ સંબંધિત નિયમોને ધ્યાનમાં રાખીને, NDMC કન્વેન્શન સેન્ટરમાં વર્કિંગ કમિટીના 124 સભ્યો હાજર રહેશે. જેમાં વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત તમામ કેન્દ્રીય પ્રધાનો, રાજ્યસભામાં પાર્ટીના નેતા પીયૂષ ગોયલ અને વર્કિંગ કમિટીના અન્ય સભ્યોનો સમાવેશ થયો છે. તેમણે કહ્યું કે, 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રદેશ પ્રમુખોના નેતૃત્વમાં રાજ્ય એકમો ડિજિટલ માધ્યમથી કાર્યકારી સમિતિની બેઠકમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેટલાક રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોના કારણે ભાજપને લાગેલા આંચકા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. આ ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીના સૂપડા સાફ થઈ ગયો છે.

આ પણ વાંચો:

Last Updated : Nov 7, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details