ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગી-શાહે રચ્યો ઈતિહાસ, GHMC ચૂંટણીમાં ભાજપને મળી મોટી સફળતા

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની ચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટી સફળતા મળી છે. જો કે, પરિણામોમાં સૌથી મોટી પાર્ટી તરીકે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) જ ઉભરી આવી છે, પરંતુ પક્ષના પ્રમુખ કેટી રામારાવે કહ્યું કે પરિણામો તેમની અપેક્ષા મુજબ આવ્યાં નથી.

યોગી-શાહે રચ્યો ઈતિહાસ, GHMC ચૂંટણીમાં ભાજપને મળી મોટી સફળતા
યોગી-શાહે રચ્યો ઈતિહાસ, GHMC ચૂંટણીમાં ભાજપને મળી મોટી સફળતા

By

Published : Dec 4, 2020, 11:00 PM IST

  • GHMCનું પરિણામ જાહેર
  • ભાજપ બની બીજી મોટી પાર્ટી
  • કોંગ્રેસને મળી ખરાબ હાર

હૈદરાબાદ: ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની ચૂંટણીના પરિણામ આજે એટલે કે શુક્રવારે જાહેર થયાં છે. જેમાં TRSને 55 બેઠક પર જીત મળી છે, જ્યારે 48 બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. આ સાથે જ અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીને 44 બેઠક મળી છે અને કોંગ્રેસ માત્ર 2 બેઠક મેળવી શક્યું છે.

તેલંગાણાની જનતાને PM મોદી પર વિશ્વાસ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપની સફળતાને ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું છે કે ચૂંટણીમાં ભાજપના આ પ્રદર્શનથી તેલંગાણાની જનતા PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપના વિકાસના રાજકારણ પર વિશ્વાસ દર્શાવે છે.

કોના ખાતામાં કેટલી બેઠક?

પાર્ટી TRS BJP AIMIM કોંગ્રેસ અન્ય
જીત 55 48 44 2 0
લીડ 1 0 0 0 0

1 બેઠકનું પરિણામ બાકી

GHMCની 150 બેઠકમાંથી 149 બેઠકનું પરિણામ જાહેર થયું છે, જ્યારે 1 બેઠકનું પરિણામ હાઈકોર્ટના આદેશના લીધે જાહેર કરવામાં આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details