નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે બિલ્કીસ બાનો કેસમાં (Bilkis Bano Rape Case) દુષ્કર્મ અને હત્યાના 11 દોષિતોને મુક્ત કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા (Rahul Gandhi On Bilkis Bano Case) હતા. રાહુલે આરોપ લગાવ્યો કે, આખો દેશ વડાપ્રધાનની કરણી અને કથનીમાં ફરક જોઈ રહ્યો છે. કોંગ્રેસ નેતાએ આ મામલે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. સ્વતંત્રતા દિવસના અવસર પર, લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા, તેમણે કહ્યું હતું કે, મહિલાઓનું સન્માન ભારતની પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે નારી શક્તિને સમર્થન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. (Bilkis case convicts )
આ પણ વાંચો :સત્તર વર્ષ સુધી ન્યાય માટે લડતી સ્ત્રીની કહાની, તેની જુબાની...
5 મહિનાની ગર્ભવતી મહિલા પર દુષ્કર્મ :ગુજરાતમાં બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને સોમવારે મુક્ત કરવામાં આવ્યા હતા. હવે આ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું (Rahul Gandhi scathing attack on Modi) છે. રાહુલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું કે, જે લોકોએ 5 મહિનાની ગર્ભવતી મહિલા પર દુષ્કર્મ કર્યો અને તેની 3 વર્ષની બાળકીની હત્યા કરી તેને 'આઝાદી કે અમૃત મહોત્સવ' દરમિયાન છોડી દેવામાં આવ્યા છે. નારી શક્તિની વાત કરનાર દેશની મહિલાઓને શું સંદેશ આપી રહી છે ? વડાપ્રધાન, આખો દેશ તમારા કરણી અને કથનીમાં (false Talk of women power) તફાવત જોઈ રહ્યો છે.