ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીતીશ કુમારની સભામાં પથ્થરમારો, મુખ્યપ્રધાને સ્ટેજ પરથી કહ્યું- 'ફેંકો હજી ફેંકો '

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ત્રીજા તબક્કાના પ્રચાર માટે મધુબનીના હરલાખી પહોંચ્યા હતા. નીતીશ નોકરીની વાત કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી કોઈએ તેમના પર પથ્થર ફેંક્યો હતો. આ અંગે મુખ્યપ્રધાન ગુસ્સે થયા હતા અને સ્ટેજ પરથી કહ્યું કે," ફેંકો હજી ફેંકો".

નીતીશ કુમાર
નીતીશ કુમાર

By

Published : Nov 3, 2020, 4:44 PM IST

  • બિહાર વિધાનસભાની ચૂંટણીનો આજે બીજો તબક્કો
  • નીતીશની સભામાં પથ્થરમારો
  • નીતીશ કુમાર પર પથ્થર ફેંકાયો

મધુબની : બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનો મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ત્રીજા તબક્કાના પ્રચાર માટે મધુબનીના હરલાખી પહોંચ્યા હતા. નીતીશ નોકરીની વાત કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી કોઈએ તેમના પર પથ્થર ફેંક્યો હતો. આ ઘટના પછી, સુરક્ષા કર્મચારીઓ સતર્ક થયા હતા અને મુખ્યપ્રધાનની સુરક્ષામાં વધારો કર્યો હતો. આ ઘટના બન્યા બાદ પણ મુખ્યપ્રધાન નીતીશે ચૂંટણી સભામાં પોતાનું ભાષણ પૂર્ણ કર્યું હતું. જ્યારે સુરક્ષા કર્મીઓ પથ્થર ફેંકનારની ધરપકડ કરવા ગયા, ત્યારે નીતીશે તેમને વચ્ચેથી અટકાવ્યો હતો. મુખ્યપ્રધાને કહ્યું કે, "આ લોકોને છોડી દો, થોડા દિવસ પછી પોતે સમજી જશે".

મુખ્યપ્રધાન નીતીશ કુમાર પર પથ્થર ફેંકવાની ઘટના

બિહાર સરકારના પ્રધાન સંજયકુમાર ઝાએ આ ઘટના અંગે વિપક્ષ પર હુમલો કર્યો હતો. ઝાએ કહ્યું કે, વિપક્ષે સ્વીકાર્યું છે કે તેઓ મતો દ્વારા અમને નહીં હરાવી શકે, તેથી આવી ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું કે, વિપક્ષ બિહારને તે સમયમાં ફરી લઈ જશે, જ્યાંથી નીતીશજી તેમને બહાર કાઢ્યા છે. આ હુમલો જીવલેણ હતો. નીતીશની પસંદગી કરવી કે નહીં, જનતા તેમના મત દ્વારા નિર્ણય લેશે, પરંતુ તમે તેમના પર હુમલો કરીને શું બતાવવા માંગો છો? જનતા બધુ જોઈ રહી છે.

આગાઉ નીતીશ કુમાર પર ચપ્પલ ફેંકાયું

નોંધનીય છે કે, અગાઉ મુઝફ્ફરપુરના સકરામાં એક મતદાન રેલી દરમિયાન કોઈએ મુખ્ય પ્રધાન નીતીશ કુમારના હેલિકોપ્ટર તરફ ચપ્પલ ફેંક્યું હતું. જો કે, ચપ્પલ હેલિકોપ્ટર સુધી પહોંચી શક્યું ન હતું.જ્યારે ચપ્પલ ફેંકવામાં આવ્યું ત્યારે નીતીશ કુમાર સ્ટેજ પર હતા. આ બનાવ સંદર્ભે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details