ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપનો કાર્યકર્તા સામાન્ય માણસના મનનો વિશ્વાસ સેતુ બને : વડાપ્રધાન - ભાજપની કાર્યકારી બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભાજપના કાર્યકર્તાઓને સામાન્ય લોકોના મનના વિશ્વાસ સેતુ બનવાનું આહ્વાન કરતા જણાવ્યું હતું કે પાર્ટીએ આજે જે જગ્યા મેળવી છે તેનું સૌથી મોટું કારણ જનતાનો પક્ષ સાથેનું જોડાણ છે.

ભાજપનો કાર્યકર્તા સામાન્ય માણસના મનનો વિશ્વાસ સેતુ બને
ભાજપનો કાર્યકર્તા સામાન્ય માણસના મનનો વિશ્વાસ સેતુ બને

By

Published : Nov 7, 2021, 7:41 PM IST

  • વડાપ્રધાનની કાર્યકર્તાઓને હાકલ
  • કાર્યકર્તાઓને લોકોના મનમાં વિશ્વાસનો સેતૂ બનવા કર્યું આહ્વાન
  • ભાજપ પરિવાર આધારિત પક્ષ નથી

ન્યૂઝ ડેસ્ક:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભાજપની કાર્યકારી બેઠક(Bjp national executive meeting)માં કાર્યકર્તાઓને સામાન્ય માણસના મનમાં વિશ્વાસનો સેતૂ બનવાનો આહ્વાન કરવા જણાવ્યું અને દેશના રાજકારણમાં પાર્ટીએ આજે જે જગ્યા બનાવી છે તેનું કારણ લોકોનું પક્ષ સાથેનું જોડાણને ગણાવ્યું છે.

ભાજપ પરિવાર આધારિત પક્ષ નથી

રાજધાની સ્થિત નગરપાલિકા પરિષદ(એનડીએમસી)માં આયોજીત ભાજપની કાર્યકારિણીના સમાપન પ્રસંગે વડાપ્રધાને વિપક્ષને તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપ પરિવાર આધારિત પક્ષ નથી. વડાપ્રધાનનું સંબોધન મીડિયામાં આપતા કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે મોદીજીએ આવનારા સમયમાં ભાજપની કાર્યનીતિ બનાવવા માટે એક મંત્ર તમામ કાર્યકર્તાઓને આપ્યો છે. યાદવે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે ભાજપ કોઇ પરિવાર આધારિત પક્ષ નથી. પાર્ટી જે મુલ્યોને લઇને ચાલી રહી છે. તેમાં સેવા, સંકલ્પ અને સમર્પણનો સમાવેશ થાય છે. કોઇ પરિવાર સાથે જોડાઇને નહીં પણ પક્ષ પરંપરાઓને આગળ વધારીને મહેનત અને પરિશ્રમથી આગળ વધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details