ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલ્હાબાદ હાઈકોર્ટ બહાર યુવક-યુવતીનું અપહરણ - agra

પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટની બહાર હથિયારધારી લોકોએ એક યુવાન જોડીને ઉઠાવીને લઈ ગયા હતાં. આ ઘટના સવારે 8.30 કલાકે બની હતી. આ ઘટનાની તુરંત બાદ જ કોર્ટમાં ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દિકરી સાક્ષી અને અજિતેશ કુમારના કેસ પર સુનાવણી થવાની હતી.

file

By

Published : Jul 15, 2019, 4:25 PM IST

ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર સોમવાર સવારે આ બંને યુવાન કપલ કોર્ટના ગેટ નં. ત્રણની બહાર કોઈની રાહ જોતા જોવા મળ્યા હતાં. બરાબર ત્યારે એક કાળા રંગની એસયુવી કાર આવી અને આ બંને કપલ્સને બંદૂકની અણીએ ઉઠાવીને લઈ ગયા.

આ ગાડીનો નંબર યુપી 80 હતો, જે આગરા જિલ્લાનો છે. લોકોના જણાવ્યા અનુસાર ગાડીની પાછળ ચેરમેન પણ લખ્યું હતું.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, સીસીટીવી મદદ લઈ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details