ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૈદરાબાદમાં Tik-Tok પર વીડિયો બનાવા જતાં યુવક પાણીમાં ડૂબી ગયો - died

હૈદરાબાદ: ટિક-ટૉકની પાછળ ઘેલા થયેલા યુવાન-યુવતી માટે આ કિસ્સો આંખ ખોલી આપે તેવો છે. જરા ધ્યાનથી વાંચજો આ ઘટના. કારણ કે, આ બનાવ બાદ ક્યાંક તમે પણ જો આવું કરવા જતાં હોવ તો ચેતી જજો. હૈદરાબાદની બહારના વિસ્તારમાં આવેલા એક તળાવમાં પોપ્યુલર વીડિયો શેરીંગ એપ ટીક-ટૉકના ચક્કરમાં એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થઈ ગયું છે.

હૈદરાબાદમાં Tik-Tok પર વીડિયો બનાવા જતાં યુવક પાણીમાં ડૂબી ગયો

By

Published : Jul 12, 2019, 7:52 AM IST

પોલીસનું કહેવું છે કે, આ ઘટના બુધવાર સાંજે મેડચલ જિલ્લાના દુલપલ્લી તળાવની છે.

આ યુવકની ઓળખાણ નરસિમ્હાના રૂપમાં થઈ છે જે, ટિક-ટૉક પર વીડિયો બનાવા માટે મિત્ર પ્રશાંત સાથે પાણીમાં ગયો અને ફિલ્મી ગીત પર પાણીમાં જ ડાંસ કરવા લાગ્યો.

બાદમાં તે એકલો જ વીડિયો માટે પૉઝ આપવા લાગ્યો જ્યારે તેનો સાથી થોડો દૂર જઈ મોબાઈલમાં શૂટ કરવા લાગ્યો હતો.

ત્યાર બાદ અચાનક નરસિમ્હાનો ભૂલથી લપસી પડ્યો અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો. આ યુવકને તરતા આવડતું નહોતું જેના કારણે તે ડૂબતો ડૂબતો પાણીમાં ચાલ્યો ગયો. આ ઘટના બાદ તેણે પ્રશાંત પાસે મદદ માટે બૂમ પાડી પણ તેને બચાવવા માટે કોઈ ન આવ્યું.

પોલીસ ગુરુવારના રોજ આ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે.

ABOUT THE AUTHOR

...view details