ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સમાં યોગી સમર્થકે મચાવ્યો હોબાળો - mamta banerjee

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા બંગાળમાં ચાલી રહેલી હિંસાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ત્યારે એક શખ્સે હોબાળો કર્યો છે. પવન ખેરા મોદી શાહની જોડી અને યોગી આદિત્યનાથ પર પ્રહાર કરી રહ્યા હતા. જે દરમિયાન એક શખ્સે તિરંગો લઈને વંદે માતરમના નારા લગાવ્યા હતા. શખ્સે કહ્યું કે, યોગી આદિત્યનાથને અજય સિંહ બિષ્ટ કહેવું ભારતીય સંસ્કૃતિનું અપમાન છે.

સ્પોટ ફોટો

By

Published : May 15, 2019, 9:06 PM IST

યુવકનું કહેવું છે કે, યોગીને અજય સિંહ બિષ્ટ શા માટે કહેવામાં આવી રહ્યા છે? પ્રેસ કોન્ફરન્સમાં હબાળો કરનાર શખ્સે પોતાનું નામ નચિકેતા બતાવ્યું છે. જે મહારાષ્ટ્રનો રહેવાસી છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનનો સમર્થક છે.

કોંગ્રેસ પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સમાં યોગી સમર્થકે મચાવ્યો હોબાળો

નચિકેતાએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદને તેમના નામથી ન બોલાવી શકાય તેમ યોગીને નામ લઈને ન બોલાવી શકાય.

હોબાળા બાદ નચિકેતાને પકડીને બહાર લઈ જવામાં આવ્યો. મીડિયાની સામે નચિકેતાએ કહ્યું કે, બંગાળમાં હિંસા માટે કોંગ્રેસ વગર કારણે ભાજપને જવાબદાર ગણી રહી છે અને મમતા બેનર્જી પર કંઈ નથી બોલી રહ્યા. દેશમાં ખરાબ રાજકારણ થઈ રહ્યું છે અને કોંગ્રેસ તે માટે મમતા બેનર્જીને જવાબદાર ગણયા વગર યોગી આદિત્યનાથને જવાબદાર ગણી રહી છે.

નચિકેતા નામના યુવકે કહ્યું, કે તે મરાઠી છે અને કોંગ્રેસના વ્યવહારથી દુખી છે યોગી આદિત્યનાથનું અપમાન કરવા માગે છે.

ABOUT THE AUTHOR

...view details