લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટીમ-11ના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પરપ્રાંતિય કામદારોને તેમના ઘરે સલામત પહોંચાડવાની વ્યૂહરચના બનાવવામાં આવી છે. લોકોને સલામત રીતે ઘરો સુધી પહોંચાડવા માટે યોગી સરકારે 10,000 બસો ફાળવવાની સૂચના આપી છે.
મુખ્યપ્રધાનની સૂચનાથી મેડિકલ સ્ક્રીનીંગ માટે 50,000થી વધુ મેડિકલ ટીમો મુકવામાં આવી છે. સોમવારે ગુજરાત, મહારાષ્ટ્ર, અને કર્ણાટકથી પરપ્રાંતિય મજૂરો ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચી રહ્યા છે.