યોગી આદિત્યાનાથે ટ્વીટમાં લખ્ય હતું કે, 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં મંગલ પાંડેએ સમગ્ર દેશ સાથે મળીને અંગ્રજો વિરુદ્ધ લડાઈ ચલાવી હતી, બાદમાં આ મુસ્લિમ લીગનો વાયરસ આવ્યો અને સમગ્ર દેશમાં વિભાજન કારી વલણ ફેલાયું. આજે ફરી એવું જ જોખમ તોળાઈ રહ્યું છે. લીલા ઝંડાઓ ફરી ફરકી રહ્યા છે. કોંગ્રેસ મુસ્લિમ લીગથી સંક્રમિત વાયરસ છે તેનાથી સાવધાન રહો.
મુસ્લિમ લીગ વાયરસ છે, સમગ્ર દેશમાં ફેલાઈ જશે આ વાયરસ: યોગી આદિત્યનાથ
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ટ્વીટ કરી વિવાદ ઊભો કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવા પર યોગીએ આ વિવાદીત પોસ્ટ કરી છે. તેમણે શુક્રવારના રોજ ટ્વીટમાં લખ્યું હતું કે, દેશમાં વિભાજન માટે જવાબદાર મુસ્લિમ લીગનો વાયરસ ફરી એકવાર સક્રિય થયો છે. જો કોંગ્રેસ જીતી ગઈ તો સમગ્ર દેશમાં આ વાયરસ ફેલાઈ જશે.
યોગી આદિત્યનાથ
યોગીએ કહ્યું હતું કે, મુસ્લિમ લીગ એક વાયરસ છે કોંગ્રેસ પણ તેનાથી સંક્રમિત થઈ ગયું છે જેનાથી બચી શકાય તેમ નથી. આજે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ તેનાથી સંક્રમિત થઈ ગયું છે, વિચારો જો તે જીતી જશે તો સમગ્ર દેશમાં આ વાયરસ ફેલાઈ જશે.
Last Updated : Apr 5, 2019, 4:02 PM IST