નવી દિલ્હી : પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં છે. જે મામલે પૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રંજન ગોગોઇએ રાજ્યસભાની સીટને ફગાવી દેવી જોઇએ. તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે, મને આશા છે કે, પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રાજ્યસભાની સીટ માટે ના પાડી દેવી જોઇએ. નહીંતર તે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે.
આ અગાઉ AIMIMના અધ્યક્ષ ઓવૈસીએ રંજન ગોગોઇને રાજ્યસભામાં નોમિનેટ કરતા સવાલ ઉઠાવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, સરકારે સોમવારે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં હતા. આ વિશે ગૃહમંત્રાલયે એક સૂચના આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં બંધારણની કલમ 80ના Aના પેટા વિભાગના હેઠળ કલમ 3ની સાથે વાંચવું જોઇએ. જેથી ખબર પડે કે, રાષ્ટ્રપતિએ રંજન ગોગોઇને રાજ્યસભામાં એક સભ્યનો કાર્યકાળ સમાપ્ત થતા રાજ્યસભાની સીટ માટે નોમિનેટ કર્યાં છે.
કોંગ્રેસ પ્રવક્તાનું ટ્વીટ રાજ્યસભામાં કે.ટી.એસ તુલસીનો કાર્યકાળ સમાપ્ત થવાથી ખાલી પડતી બેઠકમાં રંજન ગોગોઈને નોમિનેટ કરવામાં આવ્યાં છે. રંજન ગોગોઇએ ગત નવેમ્બરમાં અયોધ્યા કેસમાં ચુકાદો આપ્યો હતો. જે બાદ ગોગોઇ નિવૃત્ત થયા હતા.