ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિવરાજે મમતાને પત્ર લખીને ફસાયેલા મજૂરો માટે ટ્રેન ચલાવવાની વિનંતી કરી

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પત્ર લખીને ઇન્દોરમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના વિવિધ પ્રદેશોના પરપ્રાંતિય કામદારો માટે ટ્રેનની માંગ કરી છે.

શિવરાજે મમતાને પત્ર લખીને ફસાયેલા મજૂરો માટે ટ્રેન ચલાવવાની વિનંતી કરી
શિવરાજે મમતાને પત્ર લખીને ફસાયેલા મજૂરો માટે ટ્રેન ચલાવવાની વિનંતી કરી

By

Published : May 18, 2020, 7:07 PM IST

ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પત્ર લખીને ઈન્દોરમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના લોકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની વિનંતી કરી છે. મુખ્યપ્રધાને લખ્યું છે કે ઈન્દોરમાં પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય કારદારો પરત ફરી રહ્યા છે, જે અસુરકક્ષિત છે.

મુખ્યપ્રધાને મમતા બેનર્જીને વિનંતી કરી છે કે, પશ્ચિમ બંગાળના કામદારો અને ભાઈ-બહેનો કે જેઓ ઈન્દોકથી તેમના ઘરે જવા ઇચ્છે છે તેમની સુવિધા માટે, રેલવે મંત્રાલયે બંગાળ સરકાર દ્વારા ઈન્દોર અને કોલકાતા વચ્ચે એક વિશેષ ટ્રેન ચલાવવાની જરૂર છે.

ભારત સરકારના રેલ્વે મંત્રાલયે સ્થળાંતર કામદારોને તેમના ગૃહ રાજ્યમાં જઇ શકે તે માટે સ્પેશિય ટ્રેનોની વ્યવસ્થા કરી છે,અન્ય રાજ્ય પણ મજૂરો માટે સ્પેશિય ટ્રેન ચલાવીને તેમની મદદ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારે અત્યાર સુધીમાં કુલ 85 શ્રમિક માટે સ્પેશિય ટ્રેનો દ્વારા અન્ય રાજ્યોમાંથી એક લાખ સાત હજાર કામદારોને પરત લાવ્યા છે, અને આ કામ સતત ચાલુ છે.

પશ્ચિમ બંગાળના પરપ્રાંતિય મજૂરો ઈન્દોરમાં મોટી સંખ્યામાં કામ કરે છે. લોકડાઉન દરમિયાન, આ સ્થળાંતરીત મજૂરો તેમના ઘરે પાછા ફરવા માંગે છે, પરંતુ લાંબા અંતર અને કોઈ પરિવહનના કોઈ સાધન ન હોવાના કારણે, આ કામદારો ખાનગી વાહનો દ્વારા પશ્ચિમ બંગાળ પરત ફરી રહ્યા છે, જે અસુરક્ષિત છે.

ABOUT THE AUTHOR

...view details