'વર્લ્ડ ફોટોગ્રાફી ડે'
હૈદરાબાદમાં યોજાયેલા એક્ઝિબિશનનો ફાઈલ વીડિયો.. કહેવાય છે કે 'એક ફોટો હજાર શબ્દોની ગરજ સારે છે.' આ ઉક્તિ ખરા અર્થમાં યોગ્ય છે, કારણ કે એક ફોટો કોઈ વ્યક્તિમાં જાગૃતતા લાવવા ઉપરાંત તેનામાં બદલાવ અને પ્રેરણા પણ બની શકે છે. એક પણ શબ્દ વિના એક ફોટો ઘણું બધું કહી જાય છે. ફ્રેન્ચ સરકારે 19 ઑગસ્ટને વર્લ્ડ ફોટોગ્રાફી ડે જાહેર કર્યો છે. આ દિવસનો હેતુ વિવિધ વિચારોનો ફેલાવો કરવા સહિત આ ફિલ્ડની વિશેષતા ઉજાગર કરવાનો છે.
દુનિયાભરના ફોટોગ્રાફર આ દિવસની ઉજવણી કરે છે. દર વર્ષે 19 ઑગસ્ટને ફોટોગ્રાફી દિવસ તરીકે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ એ તમામ ફોટોગ્રાફર્સને સમર્પિત છે જેમને પોતાની કળાથી દુનિયાની ખૂબસૂરતીને પોતાના કેમેરામાં કેદ કરી છે. આજના સમયે ફોટોગ્રાફી દ્વારા આપણે સરળતાથી પોતાના જીવનની સુંદર પળોને કેમેરામાં કેદ કરી લઈએ છે. પરંતુ શું આપણે જાણીએ છે કે ફોટોગ્રાફીની શરૂઆત કોણે કરી હતી? અને કેમ આ દિવસ 19 ઑગસ્ટે ઉજવાય છે?
વર્લ્ડ ફોટોગ્રાફી દિવસનો ઈતિહાસ
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર આજથી 180 વર્ષ પહેલા 9 જાન્યુઆરી, 1839માં ફોટોગ્રાફીની શરૂઆત થઈ હતી. 9 જાન્યુઆરી, 1839માં જોસેફ નાઈસફોર અને લુઈસ ડૉગેર નામના બે વૈજ્ઞાનિકોએ ડૉગોરોટાઈપ પ્રક્રિયાનું સર્જન કર્યું હતુ. આ ટેકનિક ફોટોગ્રાફીની પ્રથમ પ્રક્રિયા હતી. જેના નિર્માણની જાહેરાત ફ્રાંસની સરકારે 19 ઑગસ્ટ, 1839માં કરી હતી. જેની યાદમાં આ વર્ષમાં ઑગસ્ટ માસની 19 તીરખે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ઉજવાય છે. 2010 પછી વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે.
વર્ષ 2010માં ઑસ્ટ્રેલિયાના એક ફોટોગ્રાફરે આ દિવસ વિશે દુનિયાભરમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. તેમણે પોતાના દરેક સાથીયોની મદદથી દુનિયાભરમાં આ દિવસનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. તેમણે પોતાના 270 ફોટોગ્રાફર મિત્રો સાથે મળીને તેમના ફોટોગ્રાફ્સ ઓનલાઈન ગેલેરી દ્વારા લોકો સામે રજૂ કર્યા હતા. જેને મોટી સંખ્યામાં પ્રશંસકો મળ્યાં હતા. આ બાદથી આ દિવસ ટ્રેન્ડ બની ગયો છે અને દર વર્ષે આ દિવસે ઓનલાઈન ગેલેરી બનવા લાગી છે.