ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સહારાનપુરમાં હજારોની સંખ્યામાં મજૂરો રસ્તા પર ઉતર્યા

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં હજારોની સંખ્યામાં મજૂરોએ તેમને ઘરે પહોંચાડવા માટે ઉગ્ર માગ કરી હતી. આ મજૂરોએ રસ્તા જામ કરી સુત્રોચ્ચાર કર્યો હતો.

laborer
મજૂરો

By

Published : May 17, 2020, 12:02 PM IST

ઉત્તર પ્રદેશ: સહારનપુરમાં હજારોની સંખ્યામાં મજૂરો રસ્તા પર દેખાવો કરી રહ્યા હતા. અંબાલા રોડ પર મજૂરોએ હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મજૂરોએ તેમના ઘરે પહોંચાડવા માગ કરી હતી. જે કારણે વાતાવરણ તંગ બન્યું હતું.

સહારાનપુરમાં હજારોની સંખ્યામાં મજૂરો રસ્તા પર ઉતર્યા

ઘટનાની જાણ થતાં અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. હજારો મજૂરો છેલ્લા લાંબા સમયથી રાધા સ્વામી સત્સંગ ભવનમાં રોકાયા હતા. જ્યારે ઘણા મજૂરો પગપાળા તેમજ ટુ-વ્હીલર દ્વારા સવારે હરિયાણા રાજ્યની સીમા પાર કરતા જોવા મળ્યા હતા. આ હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ તેમને હોબાળો મચાવ્યો હતો.

રવિવારે આ મજૂરોની ઘીરજ ખુટી હતી. જે બાદ મોટી સંખ્યામાં મજૂરો અંબાલા હાઈવે પર આવેલા આશ્રયઘરની બહાર આવ્યા હતા. તેમજ આ મજૂરોએ રસ્તો પણ બંધ કર્યો હતો.

મજૂરોના જણાવ્યા અનુસાર તેમને તેમના વતન પરત જવા દેવા જોઈએ. આ બાબતે માહિતી મળતાની સાથે જ ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલ, એસએસપી દિનેશકુમાર, ડીએમ અખિલેશસિંઘ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમને આ મજૂરોને શાંત પાડ્યા હતા. જો કે, આ મજૂરો તેમને ઘરે મોકલવામાં આવે તે માંગ પર અડગ છે.

ABOUT THE AUTHOR

...view details