ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રથમ લોકસભાથી લઈ અત્યાર સુધી સંસદમાં મહિલાઓની સંખ્યામાં ફક્ત 42 ટકાનો વધારો

નવી દિલ્હી: મહિલા સશક્તિકરણનો મુદ્દો આમ જોવા જઈએ તો દરેક પાર્ટીઓ વારંવાર ઉઠાવતી હોય છે અને એમાય ખાસ તો ચૂંટણીના સમયે તો આવા મુદ્દો પર જોરશોરથી વાતો થતી હોય છે. પણ જો આંકડાઓ પર વાત કરીએ તો આ ફક્ત મોટી મોટી વાતો સિવાય બીજું કશું નથી. પ્રથમ લોકસભામાં જ્યાં 24 મહિલા સાંસદ હતા ત્યારે 16મી લોકસભામાં 66 મહિલા સાંસદ બની શકે છે. એટલે કે, પ્રથમ લોકસભાથી લઈ અત્યાર સુધીમાં માત્ર 42 સાંસદોનો વધારો થયો છે.

By

Published : Apr 15, 2019, 3:37 PM IST

file photos

વર્તમાનની વાત કરીએ તો 16મી લોકસભામાં સંસદમાં કુલ સંખ્યા 543માંથી ફકત 12 ટકા એટલે કે 66 મહિલાઓ સદનમાં પહોંચી છે.

લોકસભા માટે પ્રથમ ચૂંટણી 67 વર્ષ પહેલા થઈ હતી, આટલા વર્ષો પછી પણ આવી જ સ્થિતિ છે.

સંસદમાં અટકેલું મહિલા અનામતનું બિલ જો પસાર થયું હોત તો લગભગ 33 ટકા એટલે કે 179 મહિલાઓ સંસદમાં પહોંચવામાં સફળ થાત.

પ્રથમ લોકસભા 1952માં બની હતી, જેમાં 24 મહિલા સાંસદ હતી. બીજી લોકસભા 1957માં પણ આજ આંકડા રહ્યા હતા.

  1. લોકસભામાં 24 મહિલા સાંસદ
  2. લોકસભામાં 24 મહિલા સાંસદ
  3. લોકસભામાં 37 મહિલા સાંસદ
  4. લોકસભામાં 33 મહિલા સાંસદ
  5. લોકસભામાં 28 મહિલા સાંસદ
  6. લોકસભામાં 21 મહિલા સાંસદ
  7. લોકસભામાં 32 મહિલા સાંસદ
  8. લોકસભામાં 45 મહિલા સાંસદ
  9. લોકસભામાં 28 મહિલા સાંસદ
  10. લોકસભામાં 42 મહિલા સાંસદ
  11. લોકસભામાં 41 મહિલા સાંસદ
  12. લોકસભામાં 44 મહિલા સાંસદ
  13. લોકસભામાં 52 મહિલા સાંસદ
  14. લોકસભામાં 52 મહિલા સાંસદ
  15. લોકસભામાં 66 મહિલા સાંસદ
  16. લોકસભામાં 68 મહિલા સાંસદ

ABOUT THE AUTHOR

...view details