પલામૂ (ઝારખંડ): રાજ્યના પલામૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા તેમના 3 સંતાનોને લઇને રેલવે પાટા પર છલાંગ લગાવી હતી. તેજ સમયે માલગાડી આવી રહી હતી. માલગાડીની ઝપેટમાં આવતા મહિલા અને તેમની એક પુત્રીનુ ઘટના સ્થળે જ મોત થયું હતું અને તેમના બે પુત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બન્નેને ગ્રામજનોએ ગઢવા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, ત્યાં બન્નેની હાલત ગંભીર છે.
ઝારખંડઃ પલામૂમાં મહિલાએ તેમના 3 સંતાનો સાથે રેલવે પાટા પર છલાંગ લગાવી
પલામૂમાં પરિવારના ઝઘડામાં એક મહિલા તેમના 3 સંતાનોને લઇને રેલવે ટ્રેક પર છલાંગ લગાવવા ગઇ હતી. જેમાં તેમની પુત્રી અને મહિલા પોતે માલગાડી નીચે આવી જતા તેમના ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને તેમના બે પુત્રોને ઇજા પહોચતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઝારખંડઃ પલામૂમાં એક મહિલાએ તેમના 3 સંતાનો સાથે રેલવે પાટા પર લગાવી છંલાગ
આ ઘટનાની જાણકારી થતા જ રેહાલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યુ કે, સબૈના ગામની પ્રિયકા દેવીને તેમના પરિવાર સાથે ઝઘડો થયો હતો અને તેમના સંતાનોમાં 8 વર્ષીય બેટી, 6 વર્ષીય પુત્ર અને એક 3 વર્ષનો પુત્રને લઇને તે રેલવે ફાટક પર પહોચી અને માલગાડી આવતા તેમની પુત્રી અને પ્રિયકા દેવીનુ મૃત્યુ થયુ અને તેમના બન્ને પુત્રને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા.