ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં 6 વર્ષની બાળકીની કરાઈ ખૌફનાક હત્યા

વિશાખાપટ્ટનમ: સંબંધોને શરમાવે તેવી ઘટના અને હેવાનિયતને નેવે મૂકતી ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમની હત્યા કરીને તેને લોહીને પીવાની વિચિત્ર અને હેવાનિયત ભરી ઘટના આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી સામે આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 13, 2019, 2:30 PM IST

આ ઘટનામાં આરોપી મહિલા વી રાસ્મો પેડા બાયુલૂ મંડળ અંતર્ગત લેકયુપુટ્ટા ગામની રહેવાસી છે.

મળતી માહિતી મુજબ, રાસ્મોએ પ્રથમ છ વર્ષીય ભત્રીજી કોર્રા અનિતાને હત્યા કરી નાખી હતી. આટલું થવા છતાં રાસ્મોની હેવાનિયત ઓછી થઈ નહોંતિ તેણે અનિતાની લાશ પાસે જઈ તેનું લોહી પીધું હતું.

છેલ્લા કેટલાક સમય પહેલા લેક્યુપુટ્ટા ગામમાં રાસ્મો તેના ભાઈના ઘરે રહેતી હતી. જાણકારી પ્રમાણે, મૃતક માસૂમ અનિતાની માં એક દિવસ રાસ્મો પર ભડકી ગઈ હતી અને તેને ઘર છોડીને જવાનું કહ્યું હતુ.

સ્થાનિક લોકોના કહ્યા પ્રમાણે, આ ધટના બાદ રાસ્મોએ અનિતાને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને અંજામ આપવા રાસ્મો અનિતાને જંગલના બળતણ તરીકેના લાકડા લેવાના બહાને પોતાની સાથે લઈ ગઈ હતી. તક મળ્યા બાદ રાસ્મોએ સૂમસામ જગ્યા પર અનિતાને લઈ જઈ અનિતાની ગરદન પર ચાકૂથી પ્રહાર કર્યો હતો.

સ્થાનિક લોકો મુજબ, હત્યા કર્યા બાદ રાસ્મોએ અનિતાનું રક્ત પીધું હતું. ત્યારબાદ લોકોએ રાસ્મોને પકડીને એક વૃક્ષ સાથે બાંધી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસે સમગ્ર ઘટનાની નોંધ કરી રાસ્મોની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details