ઈન્ટરનેશનલ મોનેટરિંગ ફંડના પૂર્વ અર્થશાસ્ત્રી રાજને કહ્યું છે કે, " હું જ્યાં છું ત્યાં ખુબ ખુશ છું. પણ નવા અવસર માટે હું તૈયાર છું." રીઝર્વ બેંકના ગવર્નર રહી ચુકેલા રઘુરામ રાજનને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે બીજો કાર્યકાળ આપ્યો ન હતો. તેમણે પોતાની નવી બુક 'ધ થર્ડ પિલ્લર'નું મંગળવારે સાંજે વિમોચન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે કહ્યું હતું કે, "હું જ્યા છું, ત્યાં ખુશ છું, પણ જો મારા લાયક કોઈ અવસર આવે છે કે મળે છે તો હું હમેશા તેને સ્વીકારીશ." જો કે હાલ તેઓ શિકાગો યુનિવર્સિટીના બુથ સ્કુલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.
શું UPA સરકાર જીતશે તો આગામી નાણાપ્રધાન રઘુરામ રાજન હશે? - NDA
નવી દિલ્હી: રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે જો કોઈ અવસર મળશે તો તેઓ ભારત પાછા આવવા તૈયાર છે. રાજને આ વાત એવી અટકળો વચ્ચે કરી છે કે જ્યારે કેન્દ્રમાં લોકસભાની ચૂંટણી છે. જો વિપક્ષી ગઠબંધનની સરકાર બને અથવા તો કોંગ્રેસની સરકાર બને તો આગામી નાણાપ્રધાન તરીકે રઘુરામ રાજન બને તેવી શક્યતા છે.
ફાઇલ ફોટો
રાજનૈતિક ક્ષેત્રે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો લોકસભા ચૂંટણીમાં તુળમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા અને ટીડીપી જેવા વિપક્ષીદળોનું મહાગઠબંધન જીતે તો અને તેઓ સત્તામાં આવે તો રઘુરામ રાજન નાણાપ્રધાન બની શકે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે રાજને ગણ્યાગાંઠ્યા અર્થશાસ્ત્રીઓમાંના એક છે અને તેમની પાર્ટીએ ન્યૂનતમ આવક યોજના તૈયાર કરવામાં તેમની સલાહ લીધી હતી.