ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JDU વિરૂદ્ધ ઉમેદવાર ઉતારશે LJP?, ચિરાગ પાસવાનની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી રૂપે દરેક પક્ષ અને નેતા પોતાની રીતે વ્યૂહ ઘડી રહ્યા હતા ત્યારે ચિરાગ પાસવાને પોતાના પિતાએ પંદર વર્ષ પહેલાં જે વ્યૂહ અપનાવ્યો હતો એ અપનાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ચિરાગ પાસવાન
ચિરાગ પાસવાન

By

Published : Sep 8, 2020, 10:57 AM IST

પટના: મહાગઠબંધન અંગેનો કોઈપણ નિર્ણય LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન લેશે. પરંતુ સંસદીય બોર્ડે રાજ્યની 143 બેઠકો માટે ઉમેદવારો આપવાનો નિર્ણય કર્યો છે. સંસદીય બોર્ડની બેઠકમાં ચિરાગની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં LJP આગામી ચૂંટણીઓમાં ભાજપને 100 બેઠકો સિવાયની તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર આપશે.

સોમવારે LJP રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનની અધ્યક્ષતામાં બિહાર LJP સંસદીય બોર્ડની બેઠક યોજી હતી. બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. પાર્ટીમાં નિર્ણય કરવામાં આવ્યો કે, 143 બેઠકો માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે જે બેઠકો પર ભાજપ ઉમદેવાર નહીં ઉતારે. ટૂંક સમયમાં જ કેન્દ્રીય સંસદીય બોર્ડ સમક્ષ આ યાદી રાખવામાં આવશે.

લોજપના બિહાર પ્રદેશ સંસદીય બોર્ડના અધ્યક્ષ અને પ્રવક્તા રાજુ તિવારીએ કહ્યું હતું કે અમે વિધાનસભાની કુલ 143 બેઠકોના ઉમેદવારોની યાદી તૈયાર કરીને કેન્દ્રીય સંસદીય બોર્ડને મોકલશું. કોની સાથે કેવીક સમજૂતી કરવી અને ક્યાં કોની સાથે કેટલી બેઠકોની વહેંચણી કરવી એનો નિર્ણય ચિરાગ પાસવાનને લેવાનું સોંપી દીધું હતું.

સૂત્રોની વાત માનીએ તો સંસદીય બોર્ડના સભ્યોએ કહ્યું કે JDU નેતાઓ કહે છે કે LJP સાથે જોડાણ નથી. આવી સ્થિતિમાં LJP ( લોક જનશક્ત પાર્ટી) એ JDU ( જનતા દળ-પાર્ટી) સામે ચૂંટણી લડવી જોઈએ. LJP કાર્યકરોના સૂચન પર આવેલા બોર્ડના સભ્યોએ કહ્યું કે મુખ્યપ્રધાન નીતીશના નામે રાજ્યની જનતામાં કોઈ ઉત્સાહ નથી, LJPએ નીતિશના નેતૃત્વ હેઠળ ચૂંટણી ન લડવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details